Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં કંડલા SIIB ટીમ ત્રાટકીઃ તમ્બાકુ ઓવરવેલ્યુએશન કૌભાંડનો થશે મોટો ધડાકો!

18 September

કાસેઝ કસ્ટમ ડીસીશ્રી ભાનુ જૈનની જાગૃતીની વ્યાપક અસર



કંડલા કસ્ટમ SIIB ની ટીમે ગત રોજ સવારથી જ સંબંધિત યુનિટમાં નાખ્યા ડેરાતંબુઃ દસ્તાવેજો ફંફોસાયા : તપાસના અંતે થશે નવા ખુલાસા : યુનિટધારક અમદાવાદનો દર્શાવાયો, પરંતુ તે પણ ડમી હોવાની શક્યતા; મુંબઈ બેઝડ પાર્ટીનો જ ખેલ હોવાની આશંકા

કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં તમ્બાકુના ઓવરવેલ્યુએશનના નેટવર્ક પર કાસેઝ કસ્ટમ અને કંડલા SIIB ની સંયુક્ત કામગીરીથી દાણચોરોમાં ભારે ફફડાટ


ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં કસ્ટમ્સ વિભાટ્ઠખ્તૈહખ્ત અને કંડલા એસઆઈઆઈબી ની ટીમે સંયુક્ત રીતે હાથ ધરેલી સઘન કાર્યવાહીથી દાણચોરી અને કૌભાંડી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, કાસેઝમાં લાંબા સમયથી ચાલી રહેલા તમ્બાકુ ઓવરવેલ્યુએશનના નેટવર્ક પર કસ્ટમ્સ વિભાગની કડક નજર બાદ આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કંડલા કસ્ટમ SIIB ની ટીમે ગત રોજ વહેલી સવારથી જ શંકાસ્પદ સંબંધિત યુનિટમાં દરોડા પાડીને ડેરાતંબુ તાણ્યા હતા. દિવસભર ચાલેલી આ કાર્યવાહી દરમિયાન યુનિટમાંથી તમામ મહત્ત્વના દસ્તાવેજો અને રેકોડ્‌ર્સ ફંફોસવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જ અનેક ગંભીર વિગતો સામે આવી રહી છે અને તપાસના અંતે તમ્બાકુના આ મોટા ઓવરવેલ્યુએશન કૌભાંડ અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી 
શક્યતા છે.

..........

અમદાવાદનો યુનિટધારક પણ ડમી? મુંબઈ બેઝડ પાર્ટીની આશંકા

ગાંધીધામ : સરકારી ચોપડે આ યુનિટધારક અમદાવાદનો હોવાનું દર્શાવાયું છે, પરંતુ સ્થાનિક તપાસમાં સામે આવ્યું છે કે તે માત્ર કાગળ પરનો ‘ડમી’ માલિક હોઈ શકે છે. આ સમગ્ર કૌભાંડ પાછળ મુંબઈ બેઝડ મોટી પાર્ટીનો જ દોરીસંચાર અને ખેલ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

.........


ખાટલે મોટી ખોટઃ સ્થાનિક દલાલો અને ગોઠવણીકારો સામે ક્યારે વાગશે કાયદાનો ધોકો

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે મુંબઈના મૂળ યુનિટ માલિકને સ્થાનિક સ્તરે મદદ કરનારા દલાલો અને ગોઠવણીકારો કોણ છે? જમીની હકીકત એ છે કે જ્યાં સુધી કસ્ટમ્સ કે તપાસ એજન્સીઓ સ્થાનિક સ્તરે આ ગોઠવણ કરી આપનારા માફિયાઓ સામે કાયદાકીય ધોકો નહીં પછાડે, ત્યાં સુધી આવી કૌભાંડી ટોળકીઓ બેફામ બનીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતી જ રહેશે. હવે જોવાનું એ રહેશે કે કસ્ટમ્સ વિભાગ આ કેસમાં મૂળ સુધી પહોંચીને સ્થાનિક દલાલો પર ક્યારે સકંજો કસે છે.

..........










 

Comments

COMMENT / REPLY FROM