Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રાની એસ.ડી. શેઠીયા કોલેજ ઓફ એજ્યુકેશનમાં નશામુક્તિનો કાર્યક્રમ યોજાયો

17 September



મુન્દ્રા - કચ્છઉદય : મુન્દ્રાની એસ.ડી. શેઠીયા કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધિક્ષક નશાબંધી અને આબકારી, ભુજ કચ્છ દ્વારા નશામુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા પોલીસ અધિક્ષક કચેરી, પશ્ચિમ - કચ્છ, ભુજ દ્વારા આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમમાં આચાર્ય ડૉ. કૈલાશ નાંઢાસર તથા તમામ અધ્યાપકો અને તાલીમાર્થી મિત્રો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો શૈલેષભાઈ મારૂ, એમ.આર. સકોરીયા, એમ.પી ગોસ્વામી, રવુભા રાઠોડ, પીનાબેન ચૌધરી, નિષીધભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સન્માન ડૉ.હિતેશ, ડૉ.દીપક પંડ્યા, ડૉ.દિનેશ પટેલ અને પ્રો.મોનાલીબેને કર્યું હતું.
આ કાર્યક્રમમાં ૭ તાલીમાર્થી મિત્રોએ અલગ અલગ વિષય સાથે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમના નિર્ણાયક ડૉ. દીપક પંડ્યા અને ડૉ. દિનેશ પટેલ રહ્યા હતા. તેમાં પ્રથમ ક્રમાંકે સોઢા ધ્રુવીબા, દ્વિતીય ક્રમાંક આગરીયા ઝરીનાબેન અને તૃતીય ક્રમાંકે માલા નિધીબેન રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ડૉ. હિતેશ કગથરાના નેતૃત્વ હેઠળ ઉત્સાહ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. 
------------

Comments

COMMENT / REPLY FROM