અકસ્માતમાં પગ ગુમાવનાર ભીરંડિયારા ગ્રુપના પ્રાથમિક શિક્ષકને એક્સિસ બેંક તરફથી પ્રથમ હપ્તા પેટે ૩૦ લાખનો ચેક અર્પણ
ભુજ - કચ્છઉદય : થોડા સમય પહેલા શાળાએ જતા માર્ગ અકસ્માત માં બંન્ને પગ ગુમાવનાર ભીરંડિયારા ગ્રુપની ભંડારીવાંઢ પ્રાથમિક શાળાનાં મદદનીશ શિક્ષક બુરહાનભાઈ અન્સારીને ડીપીઇઓ સંજયભાઈ પરમારની ઉપસ્થિતિમાં ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આધારે એક્સિસ બેંક તરફથી રૂપિયા એક કરોડના વીમા પેટે પ્રથમ હપ્તાનો રૂપિયા ૩૦ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક્સિસ બેન્ક સાથે થયેલ એમઓયુના આધારે ભોગ બનનારને વળતર પેટે પ્રથમ હપ્તાનો ચેક મળેલ છે. આ તકે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલભાઈ જોશી, કાર્યાઘ્યક્ષ મયુરસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રામુભા જાડેજા, ધીરુભાઈ ઠક્કર, શાળાનાં આચાર્ય જયભાઈ ચણિયારા, ડીઈઓ ઓફિસના ઈઆઈ પૃથ્વીરાજસિંહ ઝાલા, મહેશદાન ગઢવી, એઈઆઈ ઇન્દ્રજીતસિંહ જાડેજા, ઉમર ફારુક ખીરા તથા એક્સિસ બેન્ક વતી ખત્રીભાઈ (ક્લસ્ટર હેડ), અમિત ધામેચા (બ્રાંચ હેડ), હિતેશ પટેલ (સેલરી મેનેજર), કરણ માંકડ, પાર્થ કેસરિયા, જયદીપ ઝાલાએ ઉપસ્થિત રહી ચેક અર્પણ કર્યો હતો તેમજ બુરહાનભાઈની હિંમતને બિરદાવી હતી.
-----------

Comments