ઝુરા ગામે રામદેવપીર નૂતન મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના ઝુરા ગામે અંદાજે રૂપિયા દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ રામદેવપીરના નૂતન મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૯ સપ્ટેમ્બર, શનિવારથી તા. ૨૧ સપ્ટેમ્બર, સોમવાર દરમ્યાન ધામધૂમથી ઉજવાશે. ભાદરવા સુદ આઠમના પ્રથમ દિવસે દેહ શુધ્ધિ, ગણપતિ પૂજન, હોમ કર્મ, નૂતન મંદિર ન્યાસાદિ સંસ્કાર, બીજા દિવસે નોમના જળયાત્રા, મૂર્તિ ધાન્યાધિવાસ, દાતાઓનું સન્માન, રામામંડળ તેમજ ત્રીજા દિવસે દશમના પ્રતિષ્ઠા હોમ, મહા આરતી, મહા પ્રસાદ, પાટકોરી, આરાધી વાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞાચાર્ય તરીકે યાજ્ઞવલ્ક્ય જોશી અને મોહનલાલ જોશી વિધિવિધાન કરાવશે.
મંદિરમાં મુખ્ય દાતા સ્વ. રાણુબા રાણાજી જાડેજા પરિવાર બીબર ઉપરાંત અન્ય દાતાઓનો સહયોગ સાંપડ્યો છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ સંતો - મહંતો ઉપરાંત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ ધર્મપ્રેમી જનતાને મંદિરના ગાદીપતિ ખેતાજી તુંવર, મહોત્સવ સમિતિ અને સમસ્ત ગ્રામજનો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
----------

Comments