મુંદરામાં મની ટ્રાન્સફરનું કામ કરતા યુવાન સાથે ર.૯૪ લાખની ઓનલાઈન ઠગાઈ
ભુજ - કચ્છઉદય : જિલ્લામાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં વધારો થયો છે. હવે તો ઓટીપી વિના બારોબાર રૂપિયા કપાઈ રહ્યા છે, ત્યારે મુંદરામાં મની ટ્રાન્સફરનું કામ કરતા યુવાન સાથે ર.૯૪ લાખની ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હતી.ફરિયાદી મુંદરા તાલુકાના વવારમાં રહેતા નારણ હરીભાઈ ગઢવીના જણાવ્યા પ્રમાણે તેઓને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને કહ્યું કે, તમારી દુકાને એક માણસને રૂપિયા લઈને મોકલું છું. મની ટ્રાન્સફર કરી આપજો. બાદમાં એ જ મોબાઈલ નંબરના ધારકે ફોન કરીને ફરિયાદીની દુકાને રૂપિયા લેવા માટે મોકલ્યો હતો. ફરિયાદીનો વિશ્વાસ કેળવીને તેણે મોકલેલા એસબીઆઈ અને એક્સીસ બેંકના ખાતામાં અલગ અલગ ટ્રાન્જેકશન કરાવીને ર.૯૪ લાખની સાયબર ઠગાઈ કરવામાં આવી હતી. જે બાબતે મુંદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Comments