Trending News
ક્રાઈમ

લોધેશ્વર પમ્પિંગ સ્ટેશન પાસે કેનાલમાંથી મૃતદેહ મળ્યો 

16 September


પાણીનું વેણ વધુ હોવાથી સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી, ભચાઉ-ભુજ ફાયર ટીમે સંયુક્ત કામગીરી કરી મૃતદેહ બહાર કાઢ્યો

 ગાંધીધામ - કચ્છ ઉદય : તા. ૧૫/૦૯/૨૦૨૬ના રોજ વહેલી સવારે ૧૧૨ મારફતે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ થઈ હતી કે ભચાઉના લોધેશ્વર પમ્પિંગ સ્ટેશન પાસે કેનાલમાં એક વ્યક્તિ ડૂબી ગયો છે. જાણ થતાં ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી સર્ચ  ઓપરેશન હાથ ધર્યું હતું. કેનાલમાં પાણીનું વેણ વધુ હોવાથી રાત્રિ દરમિયાન કામગીરીને વિરામ આપવામાં આવ્યો હતો અને ભુજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. બાદમાં ભચાઉ અને ભુજ ફાયર ટીમે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરી કેનાલમાંથી ડૂબી ગયેલા વ્યક્તિનો મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો.આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ, તેમજ ભુજ ફાયર ટીમના વિશાલ ગઢવી, અસલમ પટણી, ઈમ્તિયાજ સમા, ઉદયસિંહ અને રુદ્ર વાલોતરા જોડાયા હતા.

 

Comments

COMMENT / REPLY FROM