આડેસર પોલીસની મોટી કાર્યવાહીઃ ૨૦.૫૩ લાખનો દારૂ-મુદ્દામાલ ઝડપાયો
ફોર્ચ્યુનર કારમાંથી ૩,૪૨૬ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ
ગાંધીધામ - કચ્છ ઉદય : આડેસર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોડા-મોમાઈમોરા રોડ પર કાર્યવાહી કરી હતી. રસ્તાની સાઈડમાં પડેલી ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ ૩,૪૨૬ બોટલ/ક્વોર્ટર મળી આવ્યા હતા. પોલીસે દારૂ સહિત કુલ ૨૦,૫૩,૫૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી પીઆઈ જે.બી. આચાર્ય તથા આડેસર પોલીસ સ્ટાફે કરી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Comments