Trending News
સ્થાનિક સમાચાર

ખેલૈયાઓ સાવધાન, ફ્રી ગરબા પાસની લાલચમાં ન ફસાતા

15 September


માલવેરવાળી લિંક અને બલ્ક મેસેજથી સાયબર ઠગો સક્રિય, લિન્ક ક્લિક કરતાં જ બેંક ખાતું ખાલી થવાની ભીતિ


ભુજ - કચ્છઉદય : નવરાત્રિ નજીક આવતાં ગરબા પ્રેમીઓમાં પાસ મેળવવાની દોડ શરૂ થઈ છે, ત્યારે સાયબર ઠગોએ પણ ખેલૈયાઓને નિશાન બનાવવાની તૈયારી શરૂ કરી છે. ખાસ કરીને મફતમાં ગરબાના પાસ આપવાના નામે સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ અને બલ્ક મેસેજ મારફતે લિંક મોકલી સાયબર ફ્રોડ આચરવામાં આવતો હોવાની ચેતવણી આપવામાં આવી છે. ઠગો માલવેરવાળી લિંક બનાવી તેના મારફતે ફ્રી પાસની જાહેરાત કરે છે. આવી લિંક પર ક્લિક કરનાર વ્યક્તિના મોબાઇલમાં માલવેર પ્રવેશી શકે છે અને ત્યારબાદ અંગત માહિતી, બેકિંગ વિગતો અથવા અન્ય સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે.
નવરાત્રિ દરમિયાન મોંઘા ગરબા કાર્યક્રમોના પાસ મેળવવાની ઇચ્છા ધરાવતા યુવાનોને મફત પાસની ઓફર વધુ આકર્ષિત કરતી હોય છે. સાયબર ઠગો આ જ લાલચનો લાભ લઈ ભ્રામક જાહેરાતો અને સંદેશાઓ ફેલાવે છે. કેટલીક વખત ચોક્કસ કામ અથવા ઓફર પૂર્ણ કરવાથી ગરબાના પાસ મફત મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવે છે. આવી જાહેરાત સાચી છે કે નહીં તેની ચકાસણી કર્યા વિના લિંક ખોલવી ભારે પડી શકે છે. સાયબર એજન્સીઓએ ખેલૈયાઓને અજાણી લિંક પર ક્લિક ન કરવા, કોઈપણ પ્રકારની અંગત કે બેકિંગ માહિતી શેર ન કરવા અને ગરબા પાસ અંગેની માહિતી માત્ર આયોજકોના અધિકૃત માધ્યમોથી જ મેળવવા સલાહ આપી છે.

Comments

COMMENT / REPLY FROM