Trending News
સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ ગુરૂકુળ નારાણપરની શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી કરાઈ

14 September


ભુજ - કચ્છઉદય : સ્વામિનારાયણ ગુરૂકુળ નારાણપર સંચાલિત ઘનશ્યામ એકેડમી અને શ્રી ઘનશ્યામ વિદ્યાલય શાળામાં ૭થી ૧૪ સપ્ટેમ્બર સુધી હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રભાષા હિન્દી મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં માટે શાળા દ્વારા વિશેષ અભિનય, કવિતાગાન, હિન્દી દોહા , કહાની, વિશેષ વક્તવ્ય , નિબંધ લેખન વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના હિન્દી શિક્ષિકા લીલાબેન હિરાણી, ફોરમ ભાટી, શાંતાબેન હાલાઈ, કૃપાલી રાસ્તે, શ્વેતાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. લીલાબેન હિરાણી દ્વારા હિન્દી ભાષાના મહત્વ વિશે પ્રેરક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં શાળા સંચાલક મંડળવતી સ્વામી નારાયણવલ્લભદાસજી, સ્વામી ધર્મચરણદાસજી, સ્વામી ઘનશ્યામ કેશવદાસજી, સ્વામી દિવ્યપ્રકાશદાસજી, ટ્રસ્ટી, આચાર્ય પંકજ રાજગોર, રિદ્ધિબેન રાવલ, સંચાલક રોનક રાવલ, સંજય ટાંક અને શિક્ષકો કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
------

Comments

COMMENT / REPLY FROM