Trending News
સ્થાનિક સમાચાર

કંડલા-મુંદરા ખજૂરકાંડ તો હિમશીલાની ટોચ સમાનઃ કરોડોનું  કૌભાંડ આચરતો ‘પંકલો’ કસ્ટમ્સ-DRI ને ઘોળીને પી ગયો!

14 September


મુંદરામાં ગણેશના ખજુરના છ કન્ટેઈનર ૧ સપ્ટે.થી હોલ્ડ પર રાખી દેવાયા છે પરંતુ ગાંધીધામના આ પંકલાના ખજુરના થોકબંધ કન્ટેઈનરો તેની સાથેના જ હેમખેમ આઉટ થઈ ગયા? તેનું રહસ્યુ શું?

પવન-મુદ્રામાં ગણેશ તો સાપોલિયા સમાન, અસલી ખેલાડી તો ગાંધીધામનો દાણચોર ‘પંકલો’ : જાણકારોનો ઈશારો

અગાઉ દુબઈના હવાલાકીંગ તરીકે ઓળખાતા મનીષ જૈનની લાઈનમાં રહીને કામ કરનાર ગાંધીધામનો આ દાણચોર પંકલો  ખજુરના પાકીસ્તાન ઓરીજીનના ઢગલાબંધ કન્સાઈનમેન્ટ ઠાલવી ચૂકયો અને રહ્યો હોવાની છે ચકચાર

ર૦૦ ટકા ડયુટીવાળા આ ગુડસમાં પંકલો દુબઈથી પ્રોસેસ દેખાડીને બેફામ રીતે આદરી રહ્યો છે કન્ટ્રી ઓફ ઓરીજીનનુું કૌભાડ : કાસેઝમાં યુનિટ ચર્ચામાં અવ્યુ, લાયસન્સ પણ રદ થયુ પરંતુ થોડા જ દીવસમાં ખજુરની લાઈન સેટ કરી અને પંકલો ફરીથી દે ધનાધન મંડી પડયો હોવાની છે ચકચાર : ખજુરમાં પંકલાને જોઈને ગણેશ-પવન જેવાઓ તરી જવાની લ્હાયમાં કુદી પડયા, પરંતુ તરવાના બદલે ડુબ્યાની આવી ગઈ સ્થિતી



ગાંધીધામઃ કંડલા અને મુંદરા બંદર પર તાજેતરમાં સામે આવેલું કરોડો રૂપિયાનું ખજૂરકાંડ તો માત્ર હિમશીલાની ટોચ (્‌ૈર્ ક ંરી ૈષ્ઠીહ્વીખ્તિ) સમાન છે. આ આખા રેકેટનો અસલી માસ્ટરમાઇન્ડ ગાંધીધામનો ચર્ચિત દાણચોર ‘પંકલો’ હોવાનું ચર્ચાવવા પામી રહ્યુ છે. પાકિસ્તાન ઓરિજિનના ખજૂર પર ૨૦૦ ટકા જેટલી મોટી કસ્ટમ ડ્યુટી લાગતી હોવા છતાં, દુબઈથી પ્રોસેસ બતાવીને ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ બદલાવવાનું કૌભાંડ આ ‘પંકલો’ બેફામ રીતે લાંબા સમયથી ગોઠવણીઓ કરી અને આચરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. વાત સહેજ વિગતે કરીએ તો તાજેતરમા જ ટુંકા ભુતળકામાં એજન્સીઓએ પ્રથમ કડલા બંદર પરથી કન્ટ્રી ઓફ ઓરીજીનનુ ખજુરકાંડ પકડયુ અને તે બાદ આ તપાસનો રેલો મુંદરા સુધી લંબાવવા પામી ગયો છે. કંડલાવાળામાં પવન ગોયલને જેલ હવાલે કરી દેવાયો છે અને તપાસ હજુ ચાલી જ રહી છે તો બીજીતરફ મુંદરામાં ગણેશના છ કન્ટેઈનરો અટકાવી દેવામા આવ્યા છે અને તેની ઉંડી છાનબીન ચાલી રહી છે. ગણેશના કન્ટેઈનરો અટકાવાયા ત્યારે જ ગાંધીધામના બહુચર્ચિત પંકલાના પણ ખજુરના કન્ટેઈનરો આવ્યાહતા પરંતુ તે હેમખેમ આઉટ થવા પામી ગયા છે. આવામા જાણકારો કહી રહ્યા છે કે, પવન અને ગણેશ તો ખજુરકેસમાં નાના સાપોલીયા માત્ર છે, હકીકતમાં જો આખાય પ્રકરણના મુળીયા ઉલેચવા હોય અને પાકીસ્તાનથી આવતી ખજુરને અટકાવી હોય તો સૌ પ્રથમ પંકલા પર નકેલ કસવી પડશે. સૌથી મોટો સુત્રધાર અને ખજુરની આયાત ગેરકાયદેસર રીતે કરનાર ગાંધીધામનો પંકલો જ હોવાનુ મનાય છે. 



....................


મુંદરા કેસમાં ગણેશ ડૂબ્યો, પંકલો તરી ગયો : સ્થાનિક એજન્સીઓની રહેમરાહ સામે સવાલો

ગાંધીધામ : મુંદરામાં ગણેશ નામના વેપારીના ખજૂરના ૬ કન્ટેઈનરો ૧ સપ્ટેમ્બરથી હોલ્ડ પર રાખી દેવાયા છે, પરંતુ તેની સાથે જ આવેલા પંકલાના થોકબંધ કન્ટેઈનરો હેમખેમ આઉટ (ક્લિયર) થઈ ગયા! આ રહસ્ય પાછળનું ગણિત શું? ખજૂરના ધંધામાં પંકલાને જોઈને ગણેશ અને પવન જેવા નાના ખેલાડીઓ પણ કૂદી પડ્યા હતા, પરંતુ તેઓ તરવાના બદલે ડૂબી ગયા છે.



.................

ગાંધીધામના પંકલાએ દુબઈમાં ડેરાતંબુ તાણ્યા : ઓફિસ ખોલી


મનીષ જૈનથી પંકલાએ બનાવી દુરી, છેડો ફાડયો : પોતાના પુત્રને દુબઈમાં બેસાડી પંકલાએ પાકિસ્તાની ખજૂરના ઢગલાબંધ કન્સાઈનમેન્ટ ઠાલવ્યાની ચર્ચા

ગાંધીધામ : અગાઉ દુબઈના હવાલા કિંગ તરીકે ઓળખાતા મનીષ જૈનની લાઈનમાં રહીને કામ કરનાર આ દાણચોર પંકલાએ હવે દુબઈમાં પોતાની કાયદેસરની ઓફિસ જ ખોલી દીધી છે. ત્યાંથી જ 
પાકિસ્તાની ખજૂરના કન્સાઈનમેન્ટ તૈયાર કરી ભારતના પોર્ટ પર ઠાલવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. અગાઉ કાસેઝ સ્થિત યુનિટ વિવાદમાં આવતાં તેનું કસ્ટમનું લાઈસન્સ પણ રદ થયું હતું, પરંતુ થોડા જ દિવસોમાં ખજૂરની નવી ‘લાઈન સેટ’ કરીને પંકલો ફરીથી ‘દે ધનાધન’ મોડમાં આવી ગયો હોવાની ચકચાર જાગી છે.


......................

સ્થાનિક એજન્સીઓ - ઉચ્ચ અધિકારી પંકલાના ખિસ્સામાં?

ગાંધીધામ : ડીઆરઆઈ, કસ્ટમ્સ કે એસઆઈબી જેવી સ્થાનિક એજન્સીઓની નસેનસમાં આ દાણચોર પંકલો ઘૂસી ચૂક્યો હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી. ભૂતકાળમાં જ્યારે આ બહુચર્ચિત પંકલા સામે કડક કાર્યવાહી થઈ હતી, ત્યારે પણ ગુજરાત બહારની અન્ય રાજ્યની એજન્સીએ આવીને ત્રાટકવું 
પડ્યું હતું. સ્થાનિક તંત્ર આજે પણ આ પંકલાનો વાળ પણ વાંકો કરી શકતું નથી, જે કસ્ટમ્સ અને સ્થાનિક તપાસ એજન્સીઓની ભૂમિકા સામે અત્યંત ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડું કરે છે.

Comments

COMMENT / REPLY FROM