રાપર પોલીસનું મેગા કોમ્બિંગ
૪૮ પોલીસકર્મીઓ સાથે સરપ્રાઈઝ ચેકિંગ, ૮ પ્રોહિબીશન કેસ સહિત કાર્યવાહી : ચિરાગ કોરડિયા, સાગર બાગમાર અને સાગર સાંબડાની સૂચના-માર્ગદર્શન હેઠળ રાપર-ભચાઉ ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી.
રાપર : બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરાયું હતું.
પોલીસ ઈન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ ૧ PI ૩ PSI સહિત કુલ ૪૮ પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમે અસામાજિક તત્વો, બુટલેગરો અને અગાઉના ગુનામાં સંડોવાયેલા ઈસમોનું ચેકિંગ કર્યું હતું. કામગીરી દરમિયાન ૮ પ્રોહિબીશન કેસ, ૯ જી.પી. એક્ટ કલમ ૧૩૫ના કેસ, ૧ જાહેરનામા ભંગનો કેસ, ૧ સ્.ફ. છષ્ઠં કલમ ૧૮૫નો કેસ, ૯ વાહન ડિટેઈન તથા ૯,૮૦૦ સ્થળ દંડ વસૂલાયો હતો. ઉપરાંત ૨૭ બુટલેગર, ૨૭ MCR અને ૯ H.S. ચેક કરવામાં આવ્યા હતા. ૧૦૭ વાહનો તથા હોટલ-ઢાબા સહિતના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી. કામગીરીમાં રાપર, ભચાઉ, સામખીયારી, લાકડીયા, ગાગોદર અને બાલાસર પોલીસ સ્ટેશનના સ્ટાફ જોડાયા હતા.

Comments