હવે કોઠારામાં તસ્કરોનો આતંક : ઘરના તાળા તોડી ૯.૯૦ લાખની ચોરી
સાંઘીપુરમના કવાટરને નીશાને બનાવ્યા બાદ કોઠારા ગામમાં નાખ્યો પડાવ : રપ.૩પ તોલા સોનુ અને એક કિલો ચાંદી તેમજ ર.૦પ લાખ રોકડા ઉઠાવી જવાયા : ગ્રામ્ય વિસ્તારમાંથી લાખોની માલમતા ચોરી થતા મુંંબઈવાસીઓમાં ફેલાયો ઉચાટ
ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના સાંઘીપુરમમાં આવેલ કવાટરમાંથી અઢી લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કર્યા બાદ તસ્કરોએ કોઠારા ગામમાં પડાવ નાખી અધધ કહી શકાય તેમ ૯.૯૦ લાખની ઘરફોડ ચોરીને અંજામ આપતા ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો છે. ખાસ કરીને અબડાસા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો બંધ છે. પરંતુ મકાન માલિકો મુંબઈમાં રહે છે. તેઓ પણ આ ઘટનાથી ઉચ્ચાટ ફેલાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ કોઠારા ગામમાં આવેલ સીલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મીનેષભાઈ મણીલાલભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે રાત્રીના અગીયાર વાગ્યાથી સવારે છ વાગ્યા દરમ્યાન ચોરી થઈ હતી. કોઈ ચોર ઈસમે મકાનોના દરવાજાના નકુચા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ફરીયાદીની તિજોરીમાંથી ૧.૩૦ લાખ રોકડાની ચોરી થઈ હતી. જયારે સુધીરભાઈ મણીલાલભાઈ પટેલના મકાનમાંથી ૪.પ તોલાનું સોનનું મંગળસુત્ર, ર.પ તોલાનું નાનું મંગળસુત્ર, પ.પ તોલાની સોનાની બુટી અને હાર, અઢી તોલાની સોનાની ચેઈન, એક તોલાની સોનાની નાની ચેઈન, ર.રપ તોલાની સોનાની ત્રણ અંગુઠી, સોનાના બે પેંડલ, દોઢ તોલાનું સોનાનું બ્રેસલેટ, ૧ તોલાની સોનાની કાનની શેર, ર તોલાની સોનાની કાનની બુટી, એક એક ગ્રામના છ બિસ્કીટ મળી કુલ્લ રપ.૩પ તોલા સોનુ ચોરી જવાયું હતું.
ખરીદ કિંમત પ્રમાણે
તેનો ભાવ ૭,પપ,૪૦૦ આંકવામાં આવ્યો છે. જયારે ચાંદીની પાયલ, વીટી, કંદોરો, વગેરે મળી ચાંદીના એક કિલોના દાગીના ચોરી જવાયા હતા. જેની કિંમત ૩૦ હજાર ગણવામાં આવી છે. તિજોરીમાંથી રોકડા રૂા. ૭પ૦૦૦ ગણી કુલ્લ ૯,૯૦,૪૦૦ ની ચોરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી લાખોની માલમતા ચોરાઈ જતા અન્ય રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ખાસ કરીને હાલમાં પર્યુષણ તેમજ હવે ગણેશ મહોત્સવ, નવરાત્રી, દિવાળી સહિતના તહેવાર આવવાના હોઈ આ સમયગાળા દરમ્યાન લાખોની ચોરીએ ડર પેદા કર્યો છે.

Comments