Trending News
સ્થાનિક સમાચાર

અંજારના મે.બોરીચીના મુકેશ નો કરોડોનો ‘કાંડ’ઃ લાકડાના  વેપારીઓનું ૧૫ કરોડ નું ફુલેકું ફેરવી રાતોરાત છૂ થઈ ગયો!

12 September

ગાંધીધામ સંકુલના લાકડાના વેપારીઓમાં ભારે સોંપો



મુકેશ જેની પેઢીમાં દાયકાથી કામ કરતો હતો તે વસંત દોશી પાસે પણ સીએમનુ પ્રમાણપત્ર(લાયસન્સ)ન હોવાની ચકચાર : અમે ઝ્રછ નથી પણ એકાઉન્ટન્ટ છીએ, લાયસન્સની જરૂર નથીઃ શ્રી વસંતભાઈ દોશી

અમે સીએ નથી, એકાઉન્ટન્ટ છીએ, મુકેશ અમારી પાસે દસ વર્ષથી કામ કરતો હતો, ઘટના બની છે પરંતુ મારી તબિયત સારી નથી રહેતી, મને વધુ કંઈ જ ખબર નથી : વસંતભાઈ દોશી


જીએસટી કચેરીની બાજુની બીલ્ડીંગમા સીએ વસંત દોશીની કચેરીમાં કામ કરનાર મુકેશે કઈક વેપારીઓનું કર્યુ ઉઠ્ઠમણું :  રામલીલા મેદાન પાસે એકાઉન્ટન્ટના કાર્યાલયમાં ૨૦ વર્ષથી કામ કરતા કર્મચારીએ વિશ્વાસઘાત આચર્યો : મોબાઈલ બંધ કરી ફરાર થતાં વેપારીઓના જીવ અધ્ધર : સમગ્ર કૌભાંડમાં આઈફોન સંતાડવા અને સંડોવણી મુદ્દે અનેક શંકા-કુશંકાઓ


મુકેશ અમારી પાસે દસ વર્ષથી જોબવર્ક કરતો હતો, અમારા કોઈ જ કલાયન્ટની સાથે છેતરપીંડી નથી કરી, તે પોતાનુ અલગ કામ કરતો હતો, અને રકમો ઉઠાવીને જતો રહ્યો છે, બીલના ટ્રાન્ઝેકશનમાં અમારી રકમ પણ છે એ વાત સાચી છે, તેના બે ફોન અમારી ઓફીસે પડય છે અને લઈ જવા તેમના સબંધીઓને જાણ કરી દીધી છે, એથી વધુ અમે કંઈ જ નથી જાણતા : દીપકભાઈ દોશી



ગાંધીધામ- કચ્છઉદયઃ ગાંધીધામ અને પૂર્વ કચ્છના લાકડાના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ જીએસટી ઓફિસની બાજુમાં, રામલીલા મેદાન પાસે એકાઉન્ટન્ટનું કામકાજ સંભાળતા વસંત દોશીની ઓફિસમાં વર્ષોથી નોકરી કરતા અંજાર તાલુકાના બોરીચા ગામના વતની મુકેશ નામના કર્મચારીએ સંકુલના લાકડાના વેપારીઓનું અંદાજે રૂ. ૭ થી ૧૫ કરોડ જેટલી માતબર રકમનું ફુલેકું ફેરવી રાતોરાત ગુમ થઈ જતાં વેપારી આલમમાં ભારે સનસનાટી મચી ગઈ છે.મળતી વિગતો મુજબ, મુકેશ છેલ્લા ૨૦ વર્ષ જેટલા લાંબા સમયથી એકાઉન્ટિંગનું કામ કરતો હોવાથી લાકડાના અનેક મોટા વેપારીઓના સીધા સંપર્કમાં આવ્યો હતો. આ ઓળખાણ અને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને તેણે પોતે પણ લાકડાની ખરીદ-વેચાણની પ્રવૃત્તિ શરૂ કરી હતી. વેપારીઓ તેના પર આંધળો વિશ્વાસ મૂકતા હોવાથી મોટી રકમો અને સોદાઓ તેના મારફતે થતા હતા. જોકે, આ વિશ્વાસનો દુરુપયોગ કરી મુકેશ કરોડો રૂપિયાનું સટાસટીનું ફુલેકું ફેરવીને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી રાતોરાત નાસી છૂટ્યો છે. આ ચર્ચસ્પદ કૌભાંડમાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે, વસંત દોશીના પુત્ર દીપક દોશી, જે શિપિંગ ક્ષેત્રે કામકાજ સંભાળે છે, તેણે મુકેશ જોષી પાસેથી તેના બે આઈફોન મેળવી લઈ તેને રવાના કરવામાં મદદ કરી હોઈ શકે છે. જેથી આ મોબાઈલ ડેટામાં અનેક રહસ્યો છુપાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે એકાઉન્ટન્ટ વસંતભાઈ દોશીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, મુકેશ જોષી અમારી પાસે પાછલા દસ વર્ષથી કામ કરતો હતો. તે અમુક વેપારીઓની રકમ લઈને છેલ્લા પંદરેક દિવસથી ભાગી છૂટ્યો હોવાનું અમને પણ જાણવા મળ્યું છે. જેમની રકમ સલવાઈ હોવાનુ કહેવાય છે તે અમારા ક્લાયન્ટ નહોતા, મુકેશે અલગથી જીએસટી નંબર સહિતનું મેળવીને પોતાનું કામ ચાલુ કર્યું હતું, તેથી વધુ અમને કોઈ ખબર નથી. સીએના લાયસન્સ અંગે પૂછતાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, અમે સીએ નહીં પરંતુ માત્ર એકાઉન્ટન્ટ તરીકે કામ કરીએ છીએ અને ઓડિટનું કામ અલગથી સીએ પાસે કરાવીએ છીએ. એકાઉન્ટન્ટ માટે લાયસન્સની કોઈ જરૂર રહેતી નથી. જ્યારે પોતાના પુત્ર દીપકે મુકેશના આઈફોન પોતાની પાસે રાખી લીધા હોવાના આક્ષેપો અંગે વસંતભાઈએ સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.બીજીતરફ મુકેશ નામના શખ્સ દ્વારા જે વ્યકિતની કચેરીમાં દાયકા સુધી બેસી-કામ કરી અને લોકાનો વિશ્વાસજીતી છેતરપીંડી કરોડોની આચરી હોવાની વાત સામે આવી છે તેવા વસંતભાઈ દોશીની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, મારી તબિયત સારી નથી, આ વિષય બાબતે મને બહુ ખબર નથી, મારા પુત્રને ખ્યાલ હશે. તો વળી આ અંગે વસંતભાઈના પુત્ર દીપકભાઈ દોશીની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, મુકેશ જોશી અમારી પાસે પગારદાર તરીકે ન હતો, કચેરીમા જોબ વર્ક કરતો હતો, રકમ લઈને જતો રહ્યો છે તે વાત અમારા ધ્યાને પણ આવી છે અને બીલીંગ ટ્રાન્જેકશનમાં અમારી રકમ પણ ફસાઈ છે, મુકેશના બે ફોન અમારી કચેરીમાં પડયા છે, અને અમે તે લઈ જવા માટે તેમના સગા સબંધીઓને કહી દીધુ છે. અમારા કોઈ જ કલાયન્ટની સાથે મુકેશે છેતરપીંડી નથી કરી, તે અલગથી ખુદનુ કામ કરતો હતો એથી વિશેષ અમને કોઈ જ વીષયની વધુ ખ્યાલ નથી તેમ દીપક દોશી દ્વારા જણાવવામા આવ્યુ હતુ.

 

Comments

COMMENT / REPLY FROM