ડુમરાથી મંજલ રોડનું કામ શરૂ કરાયું
નલિયા - કચ્છઉદયઃ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસો અને સરકાર દ્વારા ૪૦૦ લાખ ની માતબર રકમ દ્વારા મંજુર કરવામાં આવેલ ડુમરાથી મંજલ રોડનું કામ શરૂ કરવામાં આવ્યુું હતું. આ વેળાએ અબડાસા તાલુકા પંચાયતનાં શાસકપક્ષનાં નેતા રાજેશ્રીબેન ગઢવી અને ગામના આગેવાનો એ સ્થળ પર કાર્યની ગુણવત્તા અને પારદર્શકતા જળવાઈ રહે તે માટેનું સૂચન આપ્યું અને કામ તપાસ્યું હતું. આ કાર્ય માટે અબડાસા તાલુકા પંચાયતનાં પૂર્વ કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, ડુમરાના અગ્રણી પ્રકાશભાઈ સાવલા, ધવલ ગોર, ભીખુભા રાઠોડ, જોરૂભા જાડેજા, સુરેશપુરી ગોસ્વામી, જુવાનસિંહ, રાજુભા, ગાભાભાઈ વગેરે હાજર રહ્યા હતા
------------

Comments