Trending News
ક્રાઈમ

A-B ડિવિઝન, આદિપુર અને અંજારમાં કાર્યવાહી;PGVCL ન્નો રૂ.૩૮.૫૦ લાખથી વધુનો દંડ

11 September

પૂર્વ કચ્છમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમો સામે પોલીસની લાલ આંખ!


PGVCL  સાથે સંયુક્ત ટીમો બનાવી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોના મકાનો ચેક કરાયા : ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા સ્થળ પર જ કનેક્શન કાપી દંડની કાર્યવાહી : છ ડિવિઝનમાં ૧૪, કિડાણામાં ૨૬ અને આદિપુરમાં ૭ ઈસમોના સ્થળે કાર્યવાહી : પ્રોહિબિશન, ચોરી, લૂંટ, મારામારી, જુગાર, PGVCL  સહિતના ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમો રડારમાં


ગાંધીધામ : કચ્છમાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ A ડિવિઝન, ગાંધીધામ B ડિવિઝન, આદિપુર અને અંજાર પોલીસ દ્વારા PGVCL ન્ની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસની અલગ-અલગ ટીમોએ ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને પ્રોહિબિશન, ચોરી, લૂંટ, મારામારી, જુગાર, છેતરપિંડી, NDPS, વાહન ચોરી, રાયોટિંગ તથા અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોના રહેણાંક મકાનો અને સ્થળોએ અચાનક ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન અનેક રહેણાંક મકાનોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા PGVCL  દ્વારા સ્થળ પર જ કનેક્શન કાપી નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.ગાંધીધામ A ડિવિઝન પોલીસ, PI  શ્રી એમ.જે. રાઠોડની સૂચનાથી કરવામાં આવેલી કાર્યવાહીમાં કુંતીબેન વિશનચંદ આસનાની, વર્ષાબેન નરેન્દ્રભાઈ પટેલ, વાલીબેન પ્રેમજીભાઈ દેવીપુજક, સુરેશનાથ ઉર્ફે પપ્પુ પચાણનાથ બાવાજી, દિલીપ ઉર્ફે સરદાર વિશનચંદ આસનાની, પ્રથમ ખીમજીભાઈ મહેશ્વરી, વિજય ઉર્ફે દિનેશ દુદાભાઈ બારોટ, નરેશ ઉર્ફે પપ્પુ દુદાભાઈ બારોટ, રાજુભાઈ રૂગનાથભાઈ ઠાકોર, નયનાબેન ભાઈલાલ ઠાકોર, મીરાબેન મદનલાલ જાટવ, બબીતાબેન કનૈયાલાલ વાલ્મીકી, સોમીબેન કિશનભાઈ દેવીપુજક અને પ્રમોદ પ્રેમકુમાર ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં PGVCL દ્વારા રૂ.૧૯ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.આદિપુર પોલીસના PI શ્રી એમ.સી. વાળાની ટીમ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકિંગમાં કાના લખુ આહીર, હિતેશ જગદિશભાઈ દેવરીયા, ચંદ્રશેખર મોહનભાઈ બાજીગર, દિનેશ બારોટ, રામજી કાનજી ખોખર, દિપક લાલજી દાફડા અને ખેંગાર પુના દાફડાના સ્થળો ચેક કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા કનેક્શન કાપી રૂ.૫ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો હતો.
અંજાર પોલીસના PI શ્રી એચ.એ. જાડેજાની ટીમે પણ PGVCL સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. જેમાં કાસમશા ઇસ્માઈલશા શેખ, અનીલ રામજીભાઈ કોલી, રમજાન સાલેમામદ કકલ, સોહિલ હુશેનભાઈ સાંધાણી, જુમા હુશેન સાંધાણી, જમનશા ઇમામશા શેખ, કાસમશા જુસબશા શેખ, હાજીશા ઉર્ફે અલીઅકબરશા શેખ હુશેનશા શેખ, અસગર લતીભાઈ કકલ, કાસમ ઉર્ફે કાસુડો ભાકરશા શેખ, અબ્દુલ આરબભાઈ નોડે અને ઉમર સિદ્ધીક સુલેમાન સૈયદ સહિતના ઈસમોના સ્થળો ચેક કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સલીમ ઓસમાણ શેખ, યાશીનશા ભચલશા શેખ, મુસ્તાક હારૂનભાઈ પીંજારા, કાસમશા ભચલશા શેખ, અકબર ઉર્ફે અલ્તાફ ભચુ બાફણ, સલીમ ઉમેદભાઈ મેર, અલ્લારખા જુસબ નોડે, ઈમરાન ખલીફા ગબ્બર, મોહમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલ અને રીયાઝ અબ્દુલ કકલ સહિતના ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા. અંજાર પોલીસની કાર્યવાહીમાં રૂ.૨.૫૦ લાખનો વીજ દંડ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ગાંધીધામ B  ડિવિઝન પોલીસ,PI  એસ.વી. ગોજીયા અને PSI  એલ.એન. વાઢીયાની ટીમે કિડાણા ગામમાં PGVCL  સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કુલ ૨૬ ઈસમોના રહેણાંક મકાનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં હુશેન ઇશાક ચાવડા, અનવર કાસમ વીરા, ઈમરાન નુરમામદ ચાવડા, અકરમ કાસમ ચાવડા, ફરીદ ઉર્ફે પૈકો ઇબ્રાહિમ કટીયા, સાહિલ ઉર્ફે પી.એ. ફરિદભાઈ શેખ, લિયાજત ઉર્ફે લિયાકત કાસમ ચાવડા, અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ, અસગર ઇસ્માઇલ ચાવડા, ઇસ્માઈલ ઇબ્રાહિમ ચાવડા, ઉમર ઉર્ફે ભુરો કાસમ ચાવડા, ગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, સુલતાન ગની છુછીયા, ઓસમાણ ઇબ્રાહિમ મથડા, ઇસ્માઈલ જુસબ મમણ, સબીર સુલેમાન કાનગડા, અનવર અકબર શેખ, ઇકબાલ અનવર શેખ, રજાક અનવર શેખ, અકરમ ઇસ્માઇલ ચાવડા, કાસમ ઉર્ફે કાચુડો ઇમાઈલ ચાવડા, ગફુર હાસમ ચાવડા, સબીર અકબર ચાવડા, હનિફ કાસમ ચાવડા, રજાક કાસમ ચાવડા અને ખમીશા ઓસમાણ ખારાનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઈસમોમાં અગાઉ ઘરફોડ ચોરી, લૂંટ, મારામારી, વાહન ચોરી, રાયોટિંગ, એટ્રોસીટી, ગુજસીટોક સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોનો સમાવેશ થાય છે. કિડાણા વિસ્તારમાં ગેરકાયદેસર વીજ જોડાણો સામે PGVCL દ્વારા કાર્યવાહી કરી રૂ.૧૨ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.આમ, ગાંધીધામ છ ડિવિઝન, ગાંધીધામ મ્ ડિવિઝન, આદિપુર અને અંજાર પોલીસ દ્વારા એકસાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અનેક ઈસમોના રહેણાંક સ્થળો ચેક કરવામાં આવ્યા અને ગેરકાયદેસર વીજ જોડાણો સામેPGVCL  મદદથી કડક કાર્યવાહી કરવામાં આવી. પોલીસની આ મેગા કાર્યવાહીએ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોમાં ફફડાટ ફેલાવ્યો છે. પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે કાયદો તોડનાર કોઈપણ વ્યક્તિ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

........................

પોલીસના રડારમાં કયા ગુનાઓ?

• પ્રોહિબિશન • ચોરી અને ઘરફોડ ચોરી • લૂંટ • મારામારી • જુગાર • છેતરપિંડી • NDPS  • વાહન ચોરી • રાયોટિંગ • ગુજસીટોક સહિતના ગુનાઓ


..............

ચાર વિસ્તારોમાં મોટી કાર્યવાહી

ગાંધીધામ A ડિવિઝનઃ ૧૪ ઈસમો
આદિપુરઃ ૭ ઈસમો
અંજારઃ ૨૨ જેટલા ઈસમોની ચકાસણી/કાર્ય
કિડાણા મ્ ડિવિઝનઃ ૨૬ મકાનો ચેક

........................
PGVCL  કાર્યવાહી : ગેરકાયદેસર વીજ કનેક્શન સામે કડક પગલાં

ગાંધીધામA ડિવિઝનમાં રૂ.૧૯ લાખ, આદિપુરમાં રૂ.૫ લાખથી વધુ, અંજારમાં રૂ.૨.૫૦ લાખ અને કિડાણામાં રૂ.૧૨ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પોલીસ અનેPGVCL ન્ની સંયુક્ત કાર્યવાહીએ ગેરકાયદેસર વીજ જોડાણો ધરાવતા ઈસમોમાં ફફડાટ ફેલાવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM