Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-કચ્છમાં પણ ‘કી-પાર્ટી’-વાઈફ સ્વેપિંગ નો સડો વકર્યો નથીને?  ઔદ્યોગિક સંકુલમાં સામાજિક અધોગતિની આલબેલ-લાલબત્તી  

10 September


 
દંપતી જીવનમાં ઘૂસેલી વિકૃતિ હવે કચ્છના આર્થિક પાટનગર સમા ગાંધીધામમાં પણ ઘર કરી ગઈ હોવાના ચર્ચાતા અહેવાલોથી પ્રબુદ્ધ વર્ગમાં ભારે ગણગણાટ : નવા રોમાંચના નામે અનૈતિકતાનો સડો

ગાંધીધામ : રાજયના અમુક મહાનગરોમાં પત્નીઓની અદલાબદલી (વાઈફ સ્વેપિંગ) અને ‘કી-પાર્ટી’ જેવા અનૈતિક દૂષણોની ફેશન હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પગપેસારો કરી રહી હોવાના આઘાતજનક અહેવાલો સામે આવી રહ્યા છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કી-ક્લબ અને વાઈફ સ્વેપિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ, હવે કચ્છનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી મથક ગાંધીધામ પણ આ સામાજિક દૂષણમાંથી બાકાત ન રહ્યું હોવાની ગંભીર શંકાઓ આંતરીક વર્ગમાંથી વ્યક્ત થઈ રહી હોવાની ચર્ચાઓ જામી છે.
ઔદ્યોગિક દ્રષ્ટિએ અત્યંત વિકસિત અને સમૃદ્ધ ગણાતા ગાંધીધામ સંકુલમાં દેશ-વિદેશના જાતજાતના અને પંચરંગી પ્રજાજનોનો વસવાટ છે. નાના નોકરિયાતોથી લઈને કુબેરપતિઓ સુધીનો વર્ગ આ વિસ્તારમાં રહે છે. અત્યાર સુધી અહીં સમયાંતરે છૂટીછવાઈ સામાજિક લાલબત્તી ધરતી ઘટનાઓ બનતી રહી છે, 
પરંતુ હવે મુંબઈ-અમદાવાદની તર્જ પર ગાંધીધામમાં પણ ખાનગીમાં ‘કી-પાર્ટીઓ’ અને વાઈફ સ્વેપિંગના ખેલ ખેલાતા નથીને તેવી ચર્ચાઓ સાથે સવાલોનો ગણગણાટ સપાટી પર આવી રહ્યો છે.
આજના આધુનિક યુગમાં વૈવાહિક જીવનની નીરસતા દૂર કરવા અને સેક્સ લાઈફમાં નવો રોમાંચ મેળવવાની ઘેલછામાં 
પરિણિત યુગલો આવા અનૈતિક રસ્તે ધકેલાઈ રહ્યા છે. દાયકાઓ પૂર્વે પશ્ચિમી દેશોમાંથી શરૂ થયેલી ‘કી-પાર્ટી’ની રમત અને વાઈફ સ્વેપિંગનું દૂષણ હવે સ્થાનિક સ્તરે પણ પોશ સોસાયટીઓ અને હાઈ-ફાઈ કોમ્પ્લેક્સો સુધી પહોંચી ગયું હોવાની ચર્ચા છે. પ્રારંભમાં પારકા પુરુષ કે અજાણ્યા પાત્ર સાથે સંબંધ બાંધવામાં સંકોચ કે અચકાટ અનુભવતી સ્ત્રીઓ, એકવાર આ કૂકર્મમાં જોડાયા બાદ તેની ટેવાય જતી હોય છે. આ પ્રકારના દૂષણોમાં ઘણીવાર પતિ જ પોતાની પત્ની પર દબાણ કરીને કે કેફી પદાર્થો પીવડાવીને કી-
પાર્ટી રમવા મજબૂર કરતો હોવાના કિસ્સાઓ પણ અગાઉ રાજ્યના અન્ય શહેરોમાં નોંધાઈ ચૂક્યા છે.ગાંધીધામ સંકુલના શિસ્તબદ્ધ અને નૈતિક મૂલ્યો ધરાવતા સમાજ માટે આ બાબત અત્યંત ગંભીર લાલબત્તી સમાન છે. શહેરના પ્રબુદ્ધ અને ચિંતક વર્ગમાં હાલ એવો ગણગણાટ ઊભો થયો છે કે શું આ પ્રકારનો મોટો સામાજિક સડો ગાંધીધામના પોશ વિસ્તારો કે હાઈ-રાઈઝ કોમ્પ્લેક્સોમાં અંદરખાને ઘર કરી ગયો છે?સોશિયલ મીડિયા અને ગુપ્ત રીતે ચાલતા નેટવર્ક દ્વારા આવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય છે. જ્યારે આવી વિગતો સપાટી પર આવે છે ત્યારે માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સામાજિક તાણાવાણા છિન્નભિન્ન થઈ જાય છે. જો ગાંધીધામ જેવા વિકસિત સંકુલમાં પણ આ અનૈતિક દૂષણ વકર્યું હશે, તો તે આવનારી પેઢી અને સામાજિક સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક 
પુરવાર થશે. પોલીસ અને સ્થાનિક તંત્રે પણ આવી છુપી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી સમયનો તકાજો બની રહ્યો છે.

.........


હજુ સમય છે, સુધરી જજો, નહી તો બાંદ્રાનો 
આ હાઈપ્રોફાઈલ કીસ્સો જોઈ લ્યો...!
બાંદ્રાના હાઈપ્રોફાઈલ યુગલનો કિસ્સો : સીડી વાયરલ થતાં દેશ છોડવાની નોબત


ગાંધીધામ :  મુંબઈના વાંદરા વિસ્તારમાં કાર્ટર રોડ પર રહેતા અને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા ઉચ્ચ શિક્ષિત પતિ-પત્નીએ ઈન્ટરનેટના માધ્યમથી પાત્રની અદલાબદલી કરવાની 
પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું હતું. કોલાબાની હોટેલથી શરૂ થયેલો આ પ્રયોગ લોનાવાલાના રિસોર્ટ સુધી પહોંચ્યો હતો. લોનાવાલામાં યોજાયેલી નગ્ન પાર્ટી દરમિયાન કોઈએ અજાણતાં ઉતારેલી વિડીયો સીડી બજારમાં અને પતિની ઓફિસે પહોંચી ગઈ હતી. બદનામી અને શરમના કારણે આ યુગલે આખરે દેશ છોડી જવાનો વારો આવ્યો હતો.


.........

વિકૃતિ વકરવાના મુખ્ય કારણો અને પરિણામો

*ઈન્ટરનેટ અને ગુપ્ત ગ્રુપોઃ સોશિયલ મીડિયા, ડેટિંગ સાઈટો અને સેક્સ મેગેઝીનોમાં ‘બ્રોડમાઈન્ડેડ કપલ’ના નામે અપાતી જાહેરાતોથી લોકો આવી ક્લબોમાં જોડાય છે.*હાઈ-સોસાયટીની ગુપ્ત ક્લબોઃ માલેતુજારો માટે ચાલતી આવી ક્લબોમાં ઓળખ છુપાવવા મહોરાં (માસ્ક) પહેરીને અને અંધારામાં ડાન્સ કરી પાર્ટનરો બદલવાની રમતો રમાય છે.*સામાજિક બરબાદીઃ ક્ષણિક આવેગ અને રોમાંચની ઘેલછામાં આચરવામાં આવતાં આ કૃત્યો જ્યારે જાહેર થાય છે, ત્યારે પરિવાર અને સમાજમાં ક્યારેય ન પુરાય તેવી શરમજનક સ્થિતિ અને કાનૂની મુશ્કેલીઓ ઊભી થાય છે.

.........

‘કી ક્લબ’ અને ‘વાઈફ સ્વેપિંગ’ની ઘેલછા : નૈતિક મૂલ્યોનું અધઃપતન

ગાંધીધામ : જાણકારોકહી રહ્યા છે કે, દંપતીઓ પોતાના વૈવાહિક જીવનમાં નીરસતા દૂર કરવા અને નવો રોમાંચ લાવવાના બહાને અનૈતિક રસ્તે ધકેલાઈ રહ્યા છે. અતિ આધુનિકતા, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં ધનવાન તેમજ ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારોમાં ‘વાઈફ 
સ્વેપિંગ’ (પાત્રની અદલાબદલી), ‘કી ક્લબ’ અને ‘સ્વિંગર્સ’ (સમૂહ શયન) જેવી 
વિકૃતિઓ ઘર કરી ગઈ છે. શરૂઆતમાં મિત્રો પૂરતો મર્યાદિત રહેલો આ ખેલ હવે અજાણ્યા સ્ત્રી- 
પુરુષો સાથે પણ રમાઈ રહ્યો છે, જેના ગંભીર સામાજિકપરિણામો સામે આવી રહ્યા છે.

...........

શું છે ‘કી-પાર્ટી’ની વિકૃત રમત?

ગાંધીધામ : કી-પાર્ટીની રમતમાં એક બાઉલમાં ઘરની તમામ કાર/ઘરની ચાવીઓ મૂકી દેવામાં આવે છે. પાર્ટીમાં હાજર મહિલાએ બાઉલમાંથી ચાવી ઉપાડવાની હોય છે. જે પુરુષની ચાવી હાથમાં આવે, તે રાત્રે મહિલાએ તે પુરુષ સાથે હોટેલના રૂમમાં જઈ સંબંધ બાંધવાનો રહે છે. ૭૦ના દાયકામાં અમેરિકાથી શરૂ થયેલું આ દૂષણ યુરોપ થઈને હવે ભારતના મહાનગરો સુધી ફેલાઈ ચૂક્યું છે.

........

ગુજરાતમાં સામે આવેલા ચોંકાવનારા કિસ્સા : મહિલાઓ પર અત્યાચાર

ગાંધીધામ : મુંબઈ ઉપરાંત ગુજરાતમા પણ અલગ અલગ જગ્યાએ આ બાબતેની કિસ્સાઓ ફરીયાદ સ્વરૂપે પણ બહાર આવવા પામી ચુકયા છે. રાજકોટ-સુરત કિસ્સો (જાન્યુઆરી ૨૦૨૨)ઃ પરણીને સુરત આવેલી યુવતી પર તેના પતિએ દારૂ પીવાની કૂટેવ બાદ હોટેલોમાં લઈ જઈ અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. ઘરે મિત્રોને બોલાવી ‘કી-પાર્ટી’ રમી પત્નીને ફરજિયાત મોકલવામાં આવતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ (ચાંદલોડિયા) એમ.બી.એ. થયેલી પત્નીને પતિએ ફાઈવસ્ટાર વાઈફ સ્વેપિંગ માટે દબાણ કર્યું હતું. પત્નીએ ના પાડતાં તેને કેફી પદાર્થ પીવડાવીને તેના શોષણનો પ્રયાસ કરાયો હતો.પુણે (કેતન અગ્રવાલ હત્યા કેસ. તપાસ દરમિયાન ફ્રી સેક્સ ગ્રુપ ચલાવતી સોસાયટીઓની મહિલાઓ અને યુવતીઓની સંડોવણી ખૂલી હતી.

..........

સંસ્કૃતિના અધોપતન સામે વડીલો 
જાગૃત બનેઃ કી-પાર્ટી અને વાઈફ સ્વાપિંગ જેવા તાયફાઓ સામે સામાજિક જાગૃતિ જરૂરી

આધુનિકતાના નામે પાશ્ચાત્ય વિકૃતિઓને રોકવા યુવા પેઢીને ધાર્મિક અને નૈતિક મૂલ્યો તરફ વાળવા મજબૂત આહ્વાન : ધાર્મિક અને નૈતિક માનસિકતાનું સિંચન કરાવો



ગાંધીધામ : આજના આધુનિક યુગમાં પશ્ચિમી સંસ્કૃતિના અંધાનુકરણ હેઠળ વધી રહેલા ‘કી-પાર્ટી’ અને ‘વાઈફ સ્વાપિંગ’ જેવા વિકૃત તાયફાઓ ભારતીય કૌટુંબિક વ્યવસ્થા અને સંસ્કૃતિ માટે ગંભીર ખતરો બની રહ્યા છે. સામાજિક અને નૈતિક મૂલ્યોના થઈ રહેલા આ અધોપતનને અટકાવવા માટે ઘરના વડીલો અને સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે તે સમયની માગ છે.વડીલોની સક્રિય ભૂમિકા જરૂરી બની રહી છે.  કુટુંબમાં માર્ગદર્શક તરીકે વડીલોએ જાગૃત થઈને યુવા પેઢી સાથે ખુલ્લા મને સંવાદ સાધવો જોઈએ અને સંસ્કારપ્રદ વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ.આધુનિકતા અને સ્વચ્છંદતા વચ્ચેનો તફાવત સમજાવીને ભટકી રહેલા યુવાનોને સાચા અને સન્માર્ગે વાળવા અત્યંત જરૂરી છે. ધર્મ, ભારતીય 
પરંપરાઓ અને સામાજિક મર્યાદાઓનું મહત્વ સમજાવીને કુટુંબના સભ્યોમાં સન્મતિ અને પવિત્ર વિચારસરણી કેળવવી જોઈએ.સમાજના અસ્તિત્વ અને કૌટુંબિક શાંતિ માટે આવી અસંસ્કૃત પ્રવૃત્તિઓનો વિરોધ કરી, યુવાધન ભારતીય સંસ્કૃતિના સાચા મૂલ્યો તરફ વળે તે માટે વડીલોએ આગળ વધીને નેતૃત્વ લેવું અનિવાર્ય બન્યું છે.

.........



 

Comments

COMMENT / REPLY FROM