લોહાણા સમાજ માટે નિઃશુલ્ક ગરબા ક્લાસનો ભવ્ય શુભારંભ : ૭૦૦થી વધુ ભાઈ-બહેનો જોડાયા
ભુજ : અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા લોહાણા સમાજ માટે આયોજિત “નિઃશુલ્ક ગરબા ક્લાસ”નો કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજન, ભુજના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
કચ્છના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર જયેશભાઈ આહીર તથા તેમની ટીમના સથવારે આયોજિત આ નિઃશુલ્ક ગરબા ક્લાસનો મુખ્ય ઉદ્દેશ લોહાણા સમાજના ભાઈ-બહેનો અને યુવાનોને ગરબાની તાલીમ સાથે નવરાત્રીના પર્વ માટે તૈયાર કરવાનો છે. આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, અખિલ કચ્છ લોહાણા મહાજનના ઉપપ્રમુખ તુષારભાઈ આઇયા, અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણ, ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીયા, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી અલ્પેશભાઈ ચંદે, સહમંત્રી પ્રકુલ્લાબેન ભીંડે, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદીયાબેન ઠક્કર, મહાજનના કારોબારી સભ્ય અને બરસાના ગ્રુપના રિશીભાઈ ઠક્કર, યુવા મંડળ પ્રમુખ નિલભાઈ સચદે, મહિલા મંડળ પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, શિક્ષણ સમિતિના ચેરમેન તેજલબેન તન્ના, નગરસેવક વિમીબેન ઠક્કર, મહિલા મંડળના સહમંત્રી દક્ષાબેન ચંદે, નખત્રાણા મહિલા મંડળના પ્રમુખ મીરાબેન ઠક્કર, મહાજનના કારોબારી સભ્ય જયેશભાઈ ઠક્કર (બીટાવાડા), જયસુખભાઈ માણેક, આમંત્રિત સભ્ય કલ્પેશભાઈ રૂપારેલ, રાજેશભાઈ ચોથાણી, રઘુવંશી સોશ્યલ ગ્રુપના આરોગ્ય સમિતિના ચેરમેન નવિનભાઈ રૂપારેલ, વાગડ રઘુવંશી પરિવાર ભુજ મહિલા મંડળના પ્રમુખ લીનાબેન ઠક્કર, આરવાયએસએસના પ્રમુખ વિરેનભાઈ રઘુવંશી, આરવાયએસએસ મહિલા પાંખના પ્રમુખ શિલ્પાબેન કોટક, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ મયંકભાઈ રૂપારેલ, લોહાણા મહાપરિષદ દયાપર ઝોનના પ્રમુખ દીપકભાઈ રેલોન, અખિલ કચ્છ લોહાણા મહાજન યુવા સમિતિના મંત્રી અંકિતભાઈ રાયમંગીયા, ભુજ લોહાણા યુવા મંડળના મંત્રી નમનભાઈ ઠક્કર, ઉપપ્રમુખ વરૂણભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ આયોજનને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રિમો ગીરીશભાઈ કોટેચા (જૂનાગઢ), લોહાણા મહાપરિષદ કચ્છ ઝોનના ઉપપ્રમુખ જયેશભાઈ સચદે (બાપા દયાળુ) સહિતના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી બિરદાવવામાં આવ્યું હતું. કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજનના પ્રાંગણમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા આયોજિત નિઃશુલ્ક ગરબા ક્લાસના શુભારંભ પ્રસંગે મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે પોતાના ઉદ્દબોધનમાં સમાજની એકતા અને સંગઠિત સમાજના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સમાજની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ સાથે મળી, એકતા અને ભાઈચારા સાથે આગળ વધવું જરૂરી છે. સમાજની એકતા જ આપણી સૌથી મોટી શક્તિ છે. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ મયંકભાઈ રૂપારેલે સમાજના સૌ લોકોને ગરબા ક્લાસનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો તેમજ કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડાનો અને સમસ્ત જૈન સમાજનો કવીઓ પરિસરનો નિઃશુલ્ક ઉપયોગ માટે આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગરબા ક્લાસને સફળ બનાવવા માટે રિશીભાઈ ઠક્કર (બરસાના ગ્રુપ), જયેશભાઈ સચદે (બાપા દયાળુ), ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર, પૂર્વી ગ્રુપના નિશાંતભાઈ ઠક્કર, મુકેશભાઈ મહેન્દ્રભાઈ ઠક્કર (વિધિ કોર્પોરેશન, મુંબઈ-મુલુંડ), હાઇલેન્ડના નિરવભાઈ રેલોન, નરેશભાઈ સોમૈયા, તુષારભાઈ આઇયા, રતિલાલભાઈ પુજારા, અમિતભાઈ ચંદે, નરેનભાઈ મીરાણી, ડિંકેશભાઈ ઠક્કર, નિમેષભાઈ ઠક્કર સહિત અનેક સહયોગીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
આ નિઃશુલ્ક ગરબા ક્લાસ નવરાત્રી સુધી ચાલશે. લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર આ ગરબા ક્લાસમાં જોડાઈ રહ્યા છે. જયેશભાઈ આહીર તથા તેમની ટીમ દ્વારા સૌ જ્ઞાતિજનોને ગરબાની વિવિધ તાલ અને સ્ટેપ્સની ઉત્સાહપૂર્વક તાલીમ આપવામાં આવી રહી છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રઘુવીર સેના પ્રમુખ મયંકભાઈ રૂપારેલ, મહામંત્રી મેહુલભાઈ કોટક, દિનેશભાઈ ઠક્કર, જીગરભાઈ કોટક, ધવલભાઈ ઠક્કર, નિખીલ ઠક્કર, સ્મિત નરમ, જય ઠક્કર, માહિર કોટક, ભાવેશ સોમૈયા, અખિલ ઠક્કર, હિરેન, ઉજાસ, દીપ, પાર્થ ઠક્કર સહિતની ટીમે અથાગ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ રેલોને કર્યું હતુંં. સંસ્કૃતિ, સંગઠન અને સમાજના સૌહાર્દને મજબૂત બનાવવાના હેતુ સાથે આયોજિત આ નિઃશુલ્ક ગરબા ક્લાસને સમાજમાંથી ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે.
----------

Comments