Trending News
ક્રાઈમ

મુંદરા પીજીવીસીએલના સીનીયર આસીસ્ટન્ટના ઘર પર પથ્થરમારો

09 September



મહિલા કર્મચારીની ખાતાકીય તપાસ ચાલતી હોઈ તેના પતિએ હુમલો કર્યો

ભુજ - કચ્છઉદય : મુંદરા પીજીવીસીએલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીના ઘરે હુમલો કરવામાં આવતા ચકચાર મચી હતી. આ મામલે જાણવા મળતી વિગતો મુજબ પીજીવીસીએલના સીનીયર આસીસ્ટન્ટ ગીતાબેન રામજીભાઈ ચાવડાએ આ મામલે મુંદરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. સોમવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ફરીયાદ મુજબ આરોપી કાનજીભાઈ દેવજી સોંધરાએ તેની પત્નિ ફરીયાદીની ઓફીસમાં નોકરી કરતા હોઈ અને તેના વિરૂદ્ધ ખાતાકીય તપાસ ચાલતી હોઈ ફરીયાદીએ નિવેદન લખાવ્યું હતું. જેમાં આરોપીની પત્નિની બદલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ અલક નંદા સોસાયટીમાં ફરિયાદીના ઘરની બહાર આવી ગાળો આપી, મહિલા કર્મચારીના ઘર પર પથ્થરા ફેકી બારીનો કાચ તોડી દરવાજાને નુકશાન પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે કાયદો હાથમાં લેવામાં આવતા પીજીવીસીએલના સ્ટાફની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. તેમજ મહિલા કર્મચારી પર હુમલો કરાતા અન્ય સ્ટાફમાં પણ ચકચાર મચી હતી. મુંદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM