Trending News
સ્થાનિક સમાચાર

કંડલા નાપાક ખજૂરકાંડ : પવન, CHA  અને દિલ્હીની મહિલા ની કડીઓ  પર હજુ કેમ પડદો? DRI આ દિશામાં કરે છાનબીન : ઘણુ ખુલશે

09 September



ગાંધીધામ : કંડલા પોર્ટ પર સામે આવેલા ચર્ચાસ્પદ ૩ કરોડના ખજૂર દાણચોરીકાંડમાં તપાસ એજન્સીઓની કાર્યવાહી વચ્ચે પણ કેટલાક મુખ્ય શંકાસ્પદ ચહેરાઓ સામે હજુ સુધી કડક પગલાં ન ભરાતા અનેક સવાલો ઊભા થયા છે. થોડા સમય પહેલા ડીપીએ કંડલા પોર્ટ પરથી ડીઆરઆઈ દ્વારા પાકીસ્તાન ઓરીજીન જે પ્રતિબંધિત છે તે કરોડોના ખજુરકાંડનો પર્દાફાશ કર્યો હતો અને તેની તપાસ હજુય ચાલી જ રહી છે. આ પ્રકરણમાં ગાંધીધામના વેપારી પવન ગોયલની ધરપકડ કરી અને રીમાન્ડ મેળવી પુછતાછ બાદ જેલભેગો કરી દીધો હતો. અને આ ખજુર દિલ્હીની કોઈ પેઢીમાં પહોચવાનો હતો જે મહીલાના નામે રજિસ્ટર્ડ હોવાનુ કહેવાયુ છે. ઉપરાંત આ આખય પ્રકરણમાં દીપક સીએચએની ભુમિકાઓ સામે પણ સવાલો ઉઠયા હતા. ત્યારે જાણકારો પુછી રહ્યા છે કે, પવન-સીએચએ અને દિલ્હીની મહીલાઓની કડીઓ બાબતે હજુ સુધી કેમ કોઈ ખુલીને ફોડ પાડવામા નથી આવી. એજન્સી કેમ સબંધિત પેઢીધારક મહીલા અને સીએચએની ભુમિકાઓ સત્તાવાર રીતે ફીટ કરવામાં વિલંબ કરી રહી છે. ગાંધીધામનો વેપારી પવન, સીએચએ દીપક અને દિલ્હીની એક મહિલાની સંડોવણી હોવાની વિગતો ચર્ચાઈ રહી છે ત્યારે તપાસ એજન્સીઓ આ દિશામાં ઊંડાણપૂર્વક છાનબીન કરે તેવી માંગ ઉઠી છે. તથા સીએચએ દીપક તથા દિલ્હીની પેઢીધારક મહીલા પવન સાથેની કડીઓમાં કયા કયા આખાય નાપાક ખજુર કાંડ પ્રકરણમાં સંડોવાયેલા છે તે દીશામાં જવાબદારીઓ ફીટ કરી અને ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ.

.........

સીએચએ દીપકની કડીઓ બહાર લાવવામાં કેમ વિલંબ?’

ગાંધીધામ : સ્થાનિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, સીએચએ દીપક અને ગાંધીધામનો વેપારી પવન કેટલા સમયથી આ રીતે પાકિસ્તાની ઓરિજિન ધરાવતા ખજૂરના કન્સાઈનમેન્ટ મંગાવતા હતા તે મોટો સવાલ છે. આટલું મોટું કૌભાંડ સામે આવ્યું હોવા છતાં સીએચએની કોઈ સત્તાવાર વિગતો કે કડીઓ જાહેર કરવામાં આવી નથી. માત્ર પ્રાથમિક પૂછપરછ કરીને છોડી મુકવામાં આવતા તપાસની પારદર્શિતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

...........

લાઈસન્સ સબલેટીંગ મુદ્દે કડક કાર્યવાહી કેમ નહી?


સીએચએ દીપક ફ્રેટ લિંક લોજિસ્ટકનું લાયન્સ સબલેટીંગ રાખીને કામ કરતો હતો કે કેમ?


ગાંધીધામ : આ કૌભાંડમાં સીએચએ દીપક પોતે લાઈસન્સ ધરાવે છે કે પછી ‘ફ્રેટ લિંક લોજિસ્ટિક’નું લાઈસન્સ સબલેટીંગ (ભાડે) રાખીને કામ કરતો હતો તે અંગે પણ તપાસ જરૂરી બની છે. નિયમ વિરુદ્ધ લાઈસન્સ સબલેટીંગ કરવામાં આવ્યું હોય તો સ્થાનિક સીએચએ દીપક તેમજ મુંબઈ સ્થિત લાઈસન્સ ધારક ‘ફ્રેટ લિંક લોજિસ્ટિક’ સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. સીએચએ આ રીતે લાઈસન્સ અન્ય વ્યક્તિને કઈ રીતે વાપરવા આપી શકે તે પણ એક ગંભીર બાબત છે.

.........

સ્થાનિક કસ્ટમની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો

ગાંધીધામ : દિલ્હી ડીઆરઆઈ ને ચોક્કસ બાતમી મળી અને અમદાવાદ તથા ગાંધીધામની ટીમોને સાથે રાખીને આ કંડલા ખજૂરકાંડ ઝડપી પાડ્યો છે, ત્યારે સ્થાનિક કસ્ટમ વિભાગના જવાબદારો શું કરી રહ્યા હતા તેવો પ્રશ્ન ઉભો થયો છે. પવન અને સીએચએ જેવા તત્વોને કસ્ટમના કયા ભ્રષ્ટ અધિકારીઓનું પીઠબળ હતું અને કોના ગજવા ગરમ થતા હતા? આ સમગ્ર આંતરરાષ્ટ્રીય રેકેટમાં સંકળાયેલા કસ્ટમના અધિકારીઓની ભૂમિકા અંગે પણ વેળાસર અને તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.

.........


દેશભરમાં ગાંધીધામના પવન ગોયલના નેટવર્ક અને ખરીદદારોની 
તપાસ કેમ નહીં?


ગાંધીધામ : વેપારી પવને અગાઉ પણ આવા કન્સાઈનમેન્ટ મંગાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેમાં પણ આ જ સીએચએની ભૂમિકા હતી કે કેમ તે ચકાસવું જરૂરી છે. આ ઉપરાંત, પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવતો ખજૂરનો જથ્થો દેશના કયા કયા વેપારીઓને વેચવામાં આવતો હતો? આ દેશવિરોધી કરચોરીના નેટવર્કમાં પવન સિવાય અન્ય કયા આસામીઓ સામેલ છે? આ તમામ ખરીદદારો અને મદદગારોને હજુ સુધી તપાસના રડારમાં કેમ લેવામાં આવ્યા નથી તે પણ એક અનુત્તર પ્રશ્ન છે.
.......

Comments

COMMENT / REPLY FROM