Trending News
સ્થાનિક સમાચાર

હાલના ભુકંપના આંચકા કુદરતી ભૂગર્ભિય પ્રક્રિયાનો ભાગ છે : ડો.ગૌરવ ચૌહાણ

08 September


ભુજ-કચ્છઉદય : કચ્છમાં છેલ્લા દસેક દિવસથી અનુભવાઈ રહેલા ભૂકંપના નાના-મોટા આંચકાઓ અંગે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ગૌરવ ડી. ચૌહાણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આંચકાઓ મુખ્યત્વે ભચાઉ અને રાપર વચ્ચેના વિસ્તારમાં જે ૨૦૦૧ના વિનાશક ભૂકંપના એપીસેન્ટર વિસ્તાર સાથે જોડાયેલો છે તેમજ ધોળાવીરા અને ખડીર બેટની ફોલ્ટ લાઇન આસપાસ નોંધાઈ રહ્યા છે. 
ઉત્તર પાકિસ્તાન અને સિંધ પ્રાંતમાં થયેલા ભારે વરસાદના કારણે વિશાળ પ્રમાણમાં પાણી સામખિયાળી તથા રણના નીચાણવાળા વિસ્તારોમાં એકત્રિત થયું છે. આટલા મોટા જથ્થામાં પાણીના ભારથી જમીનની અંદરની ફોલ્ટ લાઇન પર દબાણમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત પાણી ધીમે ધીમે જમીનની અંદર ફોલ્ટ ઝોન સુધી પહોંચતાં ખડકો વચ્ચેના દબાણ અને ઘર્ષણમાં ફેરફાર થવાથી ભૂકંપીય આંચકા સર્જાઈ શકે છે. વિજ્ઞાનમાં આવી ઘટનાને ‘રિઝર્વોયર ઇન્ડ્યુસ્ડ સિસ્મિસિટી’ અથવા ચોમાસા બાદની ભૂગર્ભીય ગતિવિધિ તરીકે ઓળખવામાં આવે છે. ડો. ચૌહાણના જણાવ્યા મુજબ જમીનની અંદર જ્યાં સુધી ફરી સ્થિરતા ન આવે ત્યાં સુધી આવા નાના આંચકા ચાલુ રહેવાની શક્યતા છે. આ એક કુદરતી ભૂગર્ભીય પ્રક્રિયાનો ભાગ છે. 
-------

Comments

COMMENT / REPLY FROM