ભચાઉ પોલીસે ખૂનની કોશિશના ગંભીર ગુનાના બે આરોપીઓને ઝડપી પાડ્યા
ભચાઉ : પૂર્વ કચ્છ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ (ખૂનની કોશિશ) ના ગંભીર ગુનામાં સંકળાયેલા બે ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં ભચાઉ પોલીસને મોટી સફળતા સાંપડી છે.
જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા માટે બોર્ડર રેન્જ (ભુજ) ના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ (ગાંધીધામ) ના પોલીસ અધીક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડા દ્વારા ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ૭૯૩/૨૦૨૬, મ્દ્ગજી કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૧(૩), ૩(૫), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૧), ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૨૪, ૧૨૫(એ), ૨૫(બી) તથા ગુજરાત
પોલીસ એક્ટ કલમ ૧૩૫ હેઠળના ગુનામાં સંકળાયેલા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.ઝડપાયેલા આરોપીઓમાં ભરતભાઈ પાલાભાઈ ઉર્ફે બબાભાઈ બારોટ (ઉં.વ. ૪૯, રહે. ભટ્ટ પાળિયા વિસ્તાર, ય્ઈમ્ સામે, ભચાઉ - કચ્છ)અરવિંદભાઈ મગનભાઈ બારોટ (ઉં.વ. ૪૬, રહે. ભટ્ટ પાળિયા વિસ્તાર, ય્ઈમ્ સામે, ભચાઉ - કચ્છ)નો સમાવેશ થાય છે. ભચાઉ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમના વિરૂદ્ધ ધોરણસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી છે.

Comments