Trending News
ક્રાઈમ

બાંડિયા ગામે બંધ ઘરના તાળા તોડી દાગીના ઉસેડાયા 

07 September


ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના બાંડિયા ગામે ઘરફોડ ચોરી કરવામાં આવી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદી ઈમ્તિયાઝ કરીમ હાલેપોત્રાના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમે તેમના બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશી મકાનના બીજા રૂમમાં રાખેલ તિજોરીનું તાળુ તોડી ખાનાની અંદર ગુપ્ત ખાનું તોડી તેમાં રાખેલા દાગીનાની ચોરી કરી હતી, જેમાં પત્ની અને બાળકોના આસરે ૬૦ હજારના દાગીના હતા, જેમાં સોનાની ૧૧ ગ્રામની બે બુટ્ટી, સોનાની એક વીટી, ચાંદીના બે પટ્ટા, ૩  પોચી અને ચેઈનનો સમાવેશ થાય છે. ઘરમાંથી દાગીનાની ચોરી થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. બનાવ અંગે નલિયા પોલીસનું ધ્યાન દોરવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
 

Comments

COMMENT / REPLY FROM