Trending News
ક્રાઈમ

પાંચોટિયા અને રાવળપીરના દરિયા કિનારેથી મળેલું લાખોનું ડ્રગ્સ ચોપડે ચડ્યું

07 September


લુણી ચેકપોસ્ટ પાસે ગાંજા સાથે ડ્રાઈવરની અટક 

ભુજ - કચ્છઉદય : કચ્છના દરિયા કિનારે અવાર નવાર તણાઈને આવતા ડ્રગ્સના પેકેટો મળી આવે છે, ત્યારે માંડવી તાલુકાના પાંચોટિયા અને રાવળપીરના દરિયા કિનારા વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. દરિયા કિનારે તણાઈને આવેલા ૭ ચરસના પેકેટમાં ૮.૩૧પ કિલો માદક પદાર્થ હતું, જેની કિંમત ૧ર.૪૭ લાખ આંકવામાં આવી છે. દરિયા કિનારે માદક પદાર્થ મંગાવનાર અને હેરફેર કરનાર ઈસમો સામે માંડવી પોલીસમાં સરકાર તરફે ગુનો દાખલ કરાવાયો છે.  દરમિયાન મુંદરા મરીન પોલીસે ગાંધીધામ - મુંદરા હાઈવે પર લુણી ચેકપોસ્ટ પાસે જુસબ અલીમામદ સાંજીને ૧પ૦૦ના ૩૦ ગ્રામ ગાંજા અને ઈકો ગાડી સાથે ઝડપી મુંદરા મરીન પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM