Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો 

03 September



ભુજ-કચ્છઉદય : ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા સારૂ દર માસના પ્રથમ બુધવારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી કરવા થયેલ સૂચના મુજબ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા  સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) સાથે એક પ્રભાવશાળી સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષિત ડિજિટલ વાતાવરણ બનાવવા માટેના ઉપાયો, ડિજિટલ એરેસ્ટ ફોર્ડ જેવા નાના નવા એમ.ઓ., તથા મોબાઇલ હેક થયા બાદ શું કરવું શું ન કરવું તથા, એ.આઈ. ટૂલના ઉપયોગ અંગે તથા સાયબર ક્રાઈમ ઓનલાઇન પોર્ટલ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ની કામગીરી તથા સાયબર લો અંગે મહત્વની જાણકારી આપવામાં આવેલ હતી અને દરેકને સાયબર સુરક્ષા અને જાગૃતિનો વિસ્તાર કરવા અંગે સંદેશ આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સીઆરએેસએફના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. 
-------

Comments

COMMENT / REPLY FROM