મુન્દ્રા-કંડલા પોર્ટ પરથી કસ્ટમ્સનું ૫,૦૦૦ કરોડ થી વધુનું કૌભાંડ બહાર આવે
કેગ, સીબીઆઈ અને ડીઆરઆઈ દ્વારા પાછલા ૫ થી ૧૦ વર્ષના ફોરેન્સિક ઓડિટ કરો : મુન્દ્રામાં કરોડોનો હિસાબ ગાયબ, કંડલામાં માલ બદલીને ટેક્સચોરી
ગાંધીધામ : કચ્છના મુન્દ્રા અને કંડલા બંદરો માત્ર દેશના વ્યાપારના જ નહીં, પરંતુ કસ્ટમ્સ વિભાગની આંખ નીચે આચરવામાં આવતી કરોડો રૂપિયાની સિસ્ટમિક ડ્યૂટી ચોરીના પણ ચિંતાજનક કેન્દ્રો બની ગયા છે. સંસદમાં રજૂ થયેલા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરના અહેવાલોમાં કસ્ટમ્સ ડ્યૂટીની છૂટેછવાઈ ચોરી, સરકારી ચોપડે કરોડો રૂપિયાની ગેરરીતિ અને કાયદાથી બચવા માટે ઓડિટ સમક્ષ દસ્તાવેજો ગાયબ રાખવાનો ભયાનક કારસો
પકડાયો છે.૫,૦૦૦ કરોડથી મોટા કૌભાંડની આશંકાહાલ સામે આવેલા કૌભાંડો માત્ર ‘હવામાથી પકડાયેલી નાની ટિપ’ સમાન છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ, આયાતકારો અને દલાલો વચ્ચેની આ મિલીભગત વર્ષોથી ચાલી રહી છે.જો કેગ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ જેવી દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ દ્વારા મુન્દ્રા અને કંડલા પોર્ટ પરના છેલ્લા ૫ થી ૧૦ વર્ષના તમામ આયાત-નિકાસ રેકોડ્ર્સનું ફિઝિકલ અને ડિજિટલ ફોરેન્સિક ઓડિટ કરવામાં આવે, તો આ કૌભાંડનો કુલ આંકડો ૫,૦૦૦ કરોડથી પણ વધી શકે છે.
................
મુન્દ્રા કમિશનરેટઃ ૨૦૪૨ કરોડના દસ્તાવેજો ગુમ
* ૩૬૩ અતિમહત્વની ફાઈલો ગાયબઃ મુન્દ્રા કસ્ટમ્સ કમિશનરેટ હેઠળ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં ૨,૦૪૨.૭૫ કરોડના મૂલ્ય ધરાવતા ૨૮ મોટા પ્રોજેક્ટ આયાત કેસો આખરી આકારણી માટે વર્ષોથી લટકતા પડ્યા હતા. ઓડિટે માસિક પ્રગતિ અહેવાલો માંગ્યા ત્યારે કમિશનરેટે ‘ઉપલબ્ધ જ નથી’ તેવું બહાનું ધરી દીધું હતું. મુન્દ્રા અને અમદાવાદ કમિશનરેટ હેઠળના ૩૬૩ જેટલા કિંમતી ટેલિગ્રાફિક રિલીઝ એડવાઈઝ સંબંધિત રેકોડ્ર્સ અને કોન્ટ્રાક્ટ રજિસ્ટરો પણ ઓડિટ સમક્ષ રજૂ કરાયા નહોતા.
* સુપ્રીમ કોર્ટના કડક ચૂકાદાનો અનાદરઃ સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સને પ્રોજેક્ટ આયાત યોજના અંતર્ગત રાહત દરોનો લાભ આપીને મુન્દ્રા કસ્ટમ્સે ખાનગી કંપનીના ૮૩ કરોડના ઝ્રૈંહ્લ મૂલ્યના કરારને ગેરકાયદે કન્સેશન આપ્યું, જેનાથી ૨૭૮.૬૯ લાખનું નુકસાન થયું હતું. કેગની કડકાઈ બાદ આખરે ડિસેમ્બર ૨૦૨૫માં આ રકમ વ્યાજ સાથે વસૂલવા નોટિસ ફટકારાઈ છે.
* બિન-લાયક પ્રોજેક્ટ્સને ગેરકાયદે લાભઃ કાયદાથી વિરુદ્ધ જઈને પાર્ટીકલ બોર્ડ/ફાઈબર બોર્ડ અને એલોય સ્ટીલના ઉત્પાદન કરતા ૨ ખાનગી પ્રોજેક્ટ્સને ગેરકાયદે રાહત આપી ૧૨૨.૮૦ લાખની જકાત ચોરી થવા દીધી હતી.
..............
કંડલા સેઝ : ૧.૮૦ કરોડની જકાત ચોરીનું કૌભાંડ
* કેમિકલ લેબ રિપોર્ટ ખોલી પોલઃ કંડલા જીઈઢ માં કાર્યરત ૩ યુનિટોએ સ્થાનિક બજાર માં ‘કોલ્ડ રોલ્ડ સ્ટેનલેસ સ્ટીલ શીટ્સ ઈન કોઈલ્સ‘ ના ૧૬૭ વખત ક્લિયરન્સ કર્યા હતા. જકાત બચાવવા માટે કાગળ પર માલને પ્રીમિયમ ક્વોલિટી ધરાવતું ‘કોબિયમ-નિકલ ઓસ્ટેનિટિક સ્ટીલ’ દર્શાવી સામાન્ય દરને બદલે માત્ર ૪.૧૨૫% ના દશે ડ્યૂટી ચૂકવી હતી.
* લેબ રિપોર્ટમાં હલકી કક્ષાનું લોખંડ સાબિત થયુંઃ ઓરિજિનલ કેમિકલ લેબોરેટરી રિપોર્ટ ચકાસતા સાબિત થયું કે માલમાં નિકલ માત્ર ૧.૦૩-૧.૦૭% અને કોબિયમ ૧૨.૪-૧૨.૫% જ હતું, જે હલકી કક્ષાનું લોખંડ હોવાથી કન્સેશન માટે પાત્ર નહોતું. આ ગોલમાલથી સરકારને ૧.૮૦ કરોડનું નુકસાન પહોંચાડાતા વસૂલાત નોટિસો ફાઈનલાઈઝ કરાઈ છે
...............
મુન્દ્રા પોર્ટ પર આચરવામાં આવતા અન્ય સમાંતર કૌભાંડો
આ ઓડિટ સિવાય પણ મુન્દ્રા પોર્ટ પર અવારનવાર અનેક આર્થિક ગુનાઓ આચરવામાં આવે છેઃ * હવાલા અને સર્ક્યુલર ટ્રેડિંગઃ બોગસ (શેલ) કંપનીઓ બનાવી ઓવર-ઈનવોઈસિંગ અને અંડર-ઈનવોઈસિંગ દ્વારા કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનો ખેલ. * સોપારી અને ડ્યૂટી-ફ્રી તસ્કરીઃ ૧૦૦% થી વધુ ડ્યૂટી ધરાવતી સોપારી જેવી વસ્તુઓને કન્ટેનરમાં ખોટી જાહેરખબર આપી લાવવી અથવા જીછહ્લ્છ કરારનો ગેરલાભ લઈ અન્ય દેશોનો માલ ડ્યૂટી-ફ્રી ઘુસાડવો. * કોલસાની ગુણવત્તામાં હેરાફેરી : મોંઘા આયાતી અમેરિકન કોલસાને બારોબાર સગેવગે કરી સ્થાનિક ઉદ્યોગોને હલકી કક્ષાનો કોલસો પધરાવી કરોડોનું સટ્ટાખોરી કૌભાંડ.
...................
કૌભાંડો પાછળની સુનિયોજિત મોડસ ઓપરેન્ડી
મળતી વિગતોના આધારે મુન્દ્રા અને કંડલા પોર્ટ પર ચાલતી ગેરરીતિઓની મુખ્ય પેટર્ન નીચે મુજબ છેઃ
* દસ્તાવેજી પુરાવાનો નાશઃ ઓડિટ કે તપાસથી બચવા મહત્વના રજિસ્ટરો, નછ રેકોડ્ર્સ અને માસિક અહેવાલો “ગુમ“ બતાવી દેવા.
* ખોટું ક્લાસિફિકેશનઃ મોંઘી અને ઉચ્ચ કસ્ટમ્સ ડ્યૂટી ધરાવતી વસ્તુઓને હલકી કે કન્સેશનલ કેટેગરીમાં બતાવી ટેક્સ બચાવવો.
* ભૌતિક તપાસ નો અભાવઃ આયાત કરાયેલ અબજો રૂપિયાનું મશીનરી કે સાધન-સામગ્રી ખરેખર દેશમાં ક્યાં ગઈ તેનું કોઈ સ્થળ-તપાસ ન કરવું.
.................
અન્ય આર્થિક ચોરીઓ અને સાધન-સામગ્રી ગુમ થવાનો ખેલ
* ય્જી્ ચોરી અને ખોટું વર્ગીકરણ : મુન્દ્રા સેઝમાંથી ડ્ઢ્છ માં સાધનોના ક્લિયરન્સ વખતે કરોડોનો ૈંય્જી્ ભરવામાં ન આવતા કેગે ૪૨.૯૫ લાખ વ્યાજ-દંડ સાથે વસૂલ કરાવ્યા. આ ઉપરાંત, નોન-વોવન જિયો ટેક્સટાઈલ (૧૪.૫૯ લાખ), મશીનરી સ્પેરપાટ્ર્સ (૧૭.૫૯ લાખ) અને સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ પાઈપો (૩૩.૮૪ લાખ) પર ખોટા વર્ગીકરણ દ્વારા કરાયેલી ચોરી પણ પકડાઈ છે.
* સાધન-સામગ્રી ક્યાં ગઈ : આયાતકારો રાહત દરે કરોડોના સરકારી મશીનો લાવ્યા પછી તે ફેક્ટરીમાં ઈન્સ્ટોલ થયા છે કે કેમ તેનું સાઈટ વેરિફિકેશન કર્યા વગર જ મુન્દ્રા કસ્ટમ્સે ૭૨.૮૬ કરોડના ૩ હાઈ-પ્રોફાઈલ કેસો ફાઈનલાઈઝ કરી દીધા! ૧૮.૫૮ કરોડના અન્ય પ્રોજેક્ટમાં રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ વગર જ ફાઈલ બંધ કરાઈ. મશીનરી ખરેખર પ્રોજેક્ટ પર લાગી છે કે કાળાબજારમાં વેચાઈ ગઈ તેની કોઈ જ ખાતરી નથી.

Comments