Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરની એચ.બી. પલણ હાઈસ્કૂલ ખાતે કિશોરી મેળો યોજાયો

02 September



ગાંધીધામ - કચ્છઉદય : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને અંજાર એજ્યુકેશન સોસાયટીના સયુક્ત ઉપક્રમેરોજ એચ.બી.પલાણ હાઈસ્કૂલ આદિપુર ખાતે કિશોરી મેળાનું આયોજનકરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં મેન્સ્ટ્રૂઅલ હાઈજીન, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણઅંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી પ્રતિમાબેન વોરા, કેમ્પસ ડાયરેક્ટર ડો. શિલ્પાબેન ભટ્ટ, વુમન સેલના ચેરમેન હેતલબેન ભટ્ટ, વુમન સેલના કો-ચેરમેન હેતલબેન દોશી, વુમન સેલના ફાઉન્ડર જિજ્ઞાશા રાવલ, ડીએચઈડબલ્યુના મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ખુશ્બુબેન કાતરીયા તેમજ જેન્ડર નિષ્ણાંત પૂજાબેન પરમાર અને દિપ્તીબેન ઠક્કર, એસએફએલ ક્રિષ્નાબેન ભુડિયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શાળાના કેમ્પસ ડાયરેક્ટરડો શિલ્પાબેન ભટ્ટ દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને માસિક દરમિયાન મેન્સ્ટ્રૂઅલ પેડનો યોગ્ય ઉપયોગ, યોગ્ય નિકાલ, વ્યક્તિગત સ્વચ્છતા તથા જરૂરી કાળજી અંગે સમજ આપવામાં આવી હતી તેમજ કિશોરીઓને માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ વિકલ્પો જેવા કેમેન્સ્ટ્રૂઅલ કપ અને ટેમ્પોનના યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દીકરીઓને પોતાના શરીર અને સ્વાસ્થ્ય અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી.
ડીએચઈડબલ્યુના મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ દ્વારા આત્મવિશ્વાસ કેળવવા તેમજ  શિક્ષણ સાથે સતત જોડાયેલા રહી પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અને સકારાત્મક અભિગમ કેળવવા જણાવ્યુ હતું. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, ૧૧૨ જન રક્ષક, ૧૦૯૧ ચાઈલ્ડ હેલ્પલાઇન અંગે પણ કિશોરીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરીઓને “હાઇજીન કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓમાંઆરોગ્યપ્રદ જીવનશૈલી, માસિક સ્વચ્છતા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ તથા ઉપલબ્ધ સરકારી સહાય અને સેવાઓ અંગેની માહિતીપહોંચાડવાનો હતો. કાર્યક્રમ દ્વારા કિશોરીઓને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બની સ્વસ્થ અને સશક્ત જીવન તરફ આગળ વધવા માટે પ્રેરણા મળી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM