ગાંધીધામ સહિત કચ્છમાં ગાંધીનગરની ખેતીવાડી-જીએસટી વિભાગની ટીમોના ધાડા ઉતર્યા : યુરિયાચોરોમાં ફફડાટ
પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝના વિવિધ એકમોમાં મેગા ઓપરેશન
ટીમો દ્વારા ગાંધીધામ, ભચાઉ અને અંજાર ક્ષેત્રમાં આવેલા અંદાજે છ જેટલા પ્લાયવુડ ઉત્પાદક એકમોમાં પહોંચીને ઈન્વોઈસ (બિલિંગ)ની બારીક ચકાસણી હાથ ધરાઈ : સબસીડી વાળા યુરિયા ખાતરનો ઔદ્યોગિક ઉપયોગ કરતા તત્વોમાં ભારે ફફડાટ : જો કડક અને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે તો કરોડો રૂપિયાની કરચોરી કે સબસીડીયુક્ત યુરિયાના ગેરકાયદે વપરાશનું મોટું કૌભાંડ બહાર આવે તેવી આશંકા
યુરીયા ચોરીમાં ભચાઉનો પ્રકાશ અને સંદીપ ટોળકીની છે માસ્ટરી : અગાઉ પણ આ તત્વો પોલીસ ચોપડે યુરીયા ખાતરની તસ્કરીમાં સત્તાવાર રીતે આવી ચુકયા છે : તાજેતરમાં જ ભચાઉમાં પણ એપીએસમસીના પૂર્વ્ ચેરમેનનો પુત્ર સહિત ત્રણ શખ્સોનું સબસીડીવાળુ યુરીયા ખાતર મોટા પાયે ચર્ચામાં આવ્યુ હતુ.
ગાંધીધામઃ પૂર્વ કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામ, અંજાર અને ભચાઉ વિસ્તારમાં આવેલી પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝના વિવિધ એકમો પર ગાંધીનગરથી આવેલી ખેતી અને જીએસટી વિભાગની સંયુક્ત ટીમોએ વિઝિટ શરૂ કરતા ઔદ્યોગિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સમગ્ર રાજ્યમાં જીએસટી અને એગ્રીકલ્ચર
ડિપાર્ટમેન્ટના વિઝિટ યુનિટ લિસ્ટના આધારે હાથ ધરાયેલા આ મેગા ઓપરેશનના પગલે સબસીડી વાળા યુરિયા ખાતરનો ઔદ્યોગિક ઉપયોગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી
ગયો છે.મળતી વિગતો મુજબ, છેલ્લા બે થી ત્રણ દિવસથી ગાંધીનગર ખેતી અને જીએસટી વિભાગની ખાસ ટીમો પૂર્વ કચ્છમાં ધામા નાખીને બેઠી છે. આ તપાસમાં સ્થાનિક અધિકારીઓ અને સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યા છે. ટીમો દ્વારા ગાંધીધામ, ભચાઉ અને અંજાર ક્ષેત્રમાં આવેલા અંદાજે છ જેટલા પ્લાયવુડ ઉત્પાદક એકમોમાં પહોંચીને ઈન્વોઈસ (બિલિંગ)ની બારીક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે તેમજ ફેક્ટરીઓમાં રહેલા હાજર સ્ટોકની ભૌતિક ગણતરી (ઁરઅજૈષ્ઠટ્ઠઙ્મ ફીિૈકૈષ્ઠટ્ઠર્ૈંહ) કરવામાં આવી રહી છે.
પ્લાયવુડના ઉત્પાદનમાં રેઝિન કે ગ્લુ બનાવવા માટે મોટા પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ થતો હોય છે, જેમાં સબસીડી ધરાવતા ખેતીવાડીના યુરિયાનો ગેરકાયદેસર વપરાશ થતો હોવાની આશંકાના આધારે આ તપાસનો દોર શરૂ કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરની ટીમો દ્વારા દસ્તાવેજો અને સ્ટોકની પ્રાથમિક વિઝિટ પૂર્ણ કર્યા બાદ હવે આગામી દિવસોમાં વિવિધ એકમોમાં વિગતવારનું
ઈન્સ્પેક્શન (તપાસ) હાથ ધરવામાં આવશે, જેમાં કરોડો
રૂપિયાની કરચોરી કે સબસીડીયુક્ત યુરિયાના ગેરકાયદે વપરાશનું મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.આ સંદર્ભે કચ્છ ખેતીવાડી વિભાગના
સાધનો દ્વારા દરોડા-સર્ચની કામગીરીને સમર્થન આપી અને પાછલા બે દીવસથી આ તપાસ ચાલી રહી છે, હાલમાં પણ ચાલુમાં છે, તપાસ પૂર્ણ થયા બાદ વધુ સચોટ વિગતો સામે આવવા પામી શકે તેમ જણાવ્ય હતુ.
.............
અમુક પ્લાયવુડવાાળાનો યુરીયા કાળાબજારી માટે નવો
કીમીયો : બહારથી સટ્ટર ડાઉન અને અંદર ધમધમાટ!
તપાસ એજન્સીઓના રડારથી બચવા ભેજાબાજ ફેક્ટરી માલિકોનો નવો કીમિયો : બાતમીના આધારે દરોડા પાડતા મોટું કૌભાંડ ખુલ્લું પડવાના એંધાણ
ગાંધીધામઃકચ્છ જિલ્લામાં આવેલા પ્લાયવુડ ઉત્પાદક એકમોમાં ખેતીવાડી માટે વપરાતા સબસીડીયુક્ત યુરિયા ખાતરના ગેરકાયદેસર ઔદ્યોગિક વપરાશ અને કાળાબજારીને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સરકારી એજન્સીઓ અને દરોડા પાડતી ટીમોની નજરમાંથી બચવા માટે અમુક ભેજાબાજ પ્લાયવુડ ફેક્ટરી સંચાલકોએ કાયદાની આંખમાં ધૂળ નાંખવા નવો જ કીમિયો અપનાવ્યો છે.
મળતી વિગતો મુજબ, ફેક્ટરી માલિકો તપાસ એજન્સીઓના રડારમાં ન આવે તે માટે બહારથી યુનિટ સંપૂર્ણ બંધ બતાવી મુખ્ય દરવાજા કે સટ્ટર ડાઉન (બંધ) કરી દે છે, પરંતુ ફેક્ટરીના અંદરના ભાગે સબસીડીવાળા સરકારી યુરિયા ખાતરનો ઉપયોગ કરીને રેઝિન અને ગ્લુ બનાવવાનો ધમધમાટ ચાલુ રાખવામાં આવે છે. બહારથી જોતાં ફેક્ટરી બંધ કે નિષ્ક્રિય જણાય, પરંતુ અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ
પૂરજોશમાં ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે.ખેડૂતો માટે સસ્તા દરે અપાતા યુરિયા ખાતરનો પ્લાયવુડ ઉદ્યોગમાં મોટા પાયે ગેરકાયદે વપરાશ કરીને કરોડો રૂપિયાની સબસીડી ચાઉં કરી જવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ગાંધીનગરની ખેતી અને જીએસટી વિભાગની સંયુક્ત ટીમોએ પૂર્વ કચ્છમાં ધામા નાખ્યા છે ત્યારે ભેજાબાજોના આ નવા નુસખા અને કીમિયા પણ તપાસ એજન્સીઓના ધ્યાને આવ્યા છે. આવનારા દિવસોમાં બંધ સટ્ટર પાછળ ચાલતા આ કાળા કારોબાર પર ત્રાટકીને સરકારી એજન્સીઓ મોટું કૌભાંડ ખુલ્લું પાડે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

Comments