Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલાની ભુખી નદી પ્રોજેક્ટમાં ૨૦ કરોડ ની લ્હાણીઃ ઘરના છોકરા ઘંટી ચાટે અને દામોદારને આટો!

02 September



ગાંધીધામ-કંડલા સંકુલની ઘોર ઉપેક્ષા કરીને સીધા હરીફ મુંદરા વિસ્તારમાં કરોડનું દાન શા માટે? ડીપીએ પ્રશાસનની નીતિ અને દાનવીરતા સામે પ્રબુદ્ધવર્ગમાં ઊઠ્યા તીખા સવાલા 

પોતાના સીધા વ્યવસાયિક હરીફ સમાન મુંદરા ક્ષેત્રમાં આવી ઉદારતા દાખવીને ડીપીએ કંડલા પ્રશાસને કોના વહીવટ કે દલાલી હેઠળ આ લ્હાણી કરી છે તેવા આકરા સવાલોની વરસે છે વણઝાર



ગાંધીધામ : ‘અબ્દુલ કી શાદીમાં અબ્દુલ્લા દીવાના’ અને ‘ઘરના છોકરા ઘંટી ચાટે ને દામોદરને આંટો’ જેવી કહેવતોને દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડ્ઢઁછ-કંડલા) પ્રશાસને અક્ષરસઃ સાચી સાબિત કરી બતાવી છે. જે ગાંધીધામ-કંડલા સંકુલની જમીન પર ડીપીએ 
સમૃદ્ધ થઈને ઊભું છે, તે જ સંકુલના પાયાના પ્રશ્નોને નેવે મૂકીને મુંદરા વિસ્તારમાં આવેલી ભુખી નદીના પુનઃજીવન (રિવરફ્રન્ટ / બ્યુટીફિકેશન) પ્રોજેક્ટ માટે રૂ. ૨૦ કરોડ જેટલી માતબર રકમ આપી દેતાં લોકરોષ આંતરીક દ્રષ્ટીએ ચરમસીમાએ પહોંચ્યો છે. 
પોતાના સીધા વ્યવસાયિક હરીફ સમાન મુંદરા ક્ષેત્રમાં આવી ઉદારતા દાખવીને ડીપીએ કંડલા પ્રશાસને કોના વહીવટ કે દલાલી હેઠળ આ લ્હાણી કરી છે તેવા આકરા સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે.
શહેર-સંકુલના પ્રબુદ્ધવર્ગમાં સવાલો ઉભા થવા પામી રહયા છે.  જે ગાંધીધામ-કંડલા સંકુલ ડીપીએને અબજો રૂપિયાની આવક રળી આપે છે, તેને સારા ઉદ્યાન, રિવરફ્રન્ટ કે માળખાકીય સુવિધાઓ આપવાનું ડીપીએને કેમ ન સૂઝ્યું? પોતાના સીધા વ્યવસાયિક હરીફ એવા મુંદરા વિસ્તારમાં ૨૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઠાલવવા પાછળ કયા અધિકારીઓ કે રાજકીય આકાઓનો સ્વાર્થ છુપાયેલો છે?ડીપીએ-કંડલાના સીધા હરીફ સમાન મુંદરા વિસ્તારમાં નદીના પુનઃજીવનના પ્રોજેકટમાં ર૦ કરોડની રૂપીયા આપવાની કયા જરૂર પડી?
ડીપીએ-કંડલા ગાંધીધામ-કંડલા સંકુલના તદન પાયા પર ઉભેલુ છે, ગાંધીધામ કંડલાને સારા ઉદ્યાન કે રીવરફ્રન્ટ જેવી કોઈ જ જગ્યા અહી શોધી ન મળી કે ભુખી નદીમાં કરોડો રૂપીયા આપવાની જરૂર પડી? ગાંધીધામ શેહર સંકુલમા ટ્રાફિકની સમસયા માથભારે અને શિરદૃદ સમાન રહેલી છે ઉપરાંત પણ અહી આવી કોઈ અસુવિધાઓના નિકાલ માટે ડીપીએ કંડલાને  રકમ આપવુ કે સુવિધાઓ ઉભીકરવાનુ ન સુજયુ અને મુંદરા સુધી લાંબા થવાની કેમ જરૂર પડી? ભુખી નદી-મુંદરા વિસ્તારના પ્રોજેકટમાં કંડલા-ડીપીએ પોર્ટે કયાં દલાલી કરવાની જરૂર પડી?
 ગાંધીધામના નાગરિકો રોજબરોજ ટ્રાફિક, પ્રદૂષણ અને બિસ્માર રસ્તાઓની યાતનાઓ ભોગવે અને ડીપીએ કંડલા બહારના પ્રોજેક્ટોમાં ‘દાનવીર’ બને તે ન્યાય સંગત કહેવાય? સ્થાનિક વેપારીઓ, શ્રમિકો અને રહેવાસીઓમાં આ નિર્ણયને લઈને ભારે રોષ વ્યાપ્યો છે અને માંગણી ઊઠી રહી છે કે ડીપીએ કંડલા સૌપ્રથમ ગાંધીધામ-કંડલા સંકુલના પડતર પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપે તે  સમયનો તકાજો છે.

...................

ગાંધીધામ-કંડલા સંકુલ માટે 
૨૦ કરોડમાંથી શું થઈ શકત?



ટ્રાફિક, ગ્રીન બેલ્ટ અને ઉદ્યાનો (પાર્ક) : આધુનિક ડ્રેનેજ અને રોડ નેટવર્ક તથા કોર્ટના શ્રમિકો અને સ્થાનિક પ્રજા માટે ડીપીએ હોસ્પિટલના આધુનિકીકરણ અને ઈમરજન્સી ટ્રોમા સેન્ટરની સુવિધાઓનો થઈ શક્યો હોયત વિકાસ


ગાંધીધામ : જો આ જ ૨૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ડીપીએ દ્વારા પોતાના જ ઘર સમાન ગાંધીધામ-કંડલા સંકુલના વિકાસ માટે પ્રાથમિકતાના ધોરણે વાપરવામાં આવી હોત, તો આ સંકુલના અનેક શિરદર્દ સમાન પ્રશ્નોનો કાયમી ઉકેલ આવી શક્યો હોત.! ગાંધીધામ-આદિપુર અને પોર્ટ તરફ જતા રસ્તાઓ પર દૈનિક ભારે વાહનોના કટાર વચ્ચે ટ્રાફિકની સમસ્યા માથાભારે બની ગઈ છે. ૨૦ કરોડના ખર્ચે મહત્વના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સુધારણા, સ્માર્ટ સિગ્નલિંગ અને નાના ઓવરબ્રિજ કે અંડરપાસનું આયોજન થઈ શક્યું હોત.ઔદ્યોગિક પ્રદૂષણથી ઘેરાયેલા ગાંધીધામ સંકુલમાં સ્થાનિક નાગરિકો અને બાળકો માટે એક પણ મોટો હરવા-ફરવાનો ઉત્કૃષ્ટ ગ્રીન પાર્ક કે ઓક્સિજન પાર્ક નથી. આ રકમમાંથી વર્લ્ડ ક્લાસ પબ્લિક પાર્ક અને રીક્રિએશન ઝોન બનાવી શકાયો હોત. ચોમાસામાં ગાંધીધામના મુખ્ય માર્ગો અને પોર્ટ કનેક્ટિવિટી રોડ જળબંબાકાર થઈ જાય છે. ૨૦ કરોડની રકમથી આધુનિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરી શકાઈ હોત.હેલ્થ અને એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર.પોર્ટના શ્રમિકો અને સ્થાનિક પ્રજા માટે 
ડીપીએ હોસ્પિટલના આધુનિકીકરણ અને ઈમરજન્સી ટ્રોમા સેન્ટરની સુવિધાઓમાં મોટો વધારો થઈ શક્યો હોત.



 

Comments

COMMENT / REPLY FROM