કંડલાનું કરોડોનું નાપાક ખજૂરકાંડ : પવનનો દાણચોર સાગરિત મિત્ર કોણ? સીએચએ પણ કેમ હજુય આબાદ?
શિવહોમ ઈમ્પેક્ષના નામે ખજૂર મંગાવાઈ પણ વાસ્તવિક માલિક કોણ?
પવન ગોયલના જામીન ના મંજૂર, પણ ‘મુખ્ય માલિક’ સુધી પોલીસ કે DRI કેમ ના પહોંચી? : તપાસ એજન્સીઓ સામે ઉઠતા સુચક સવાલો
ગાંધીધામ : કંડલા પોર્ટ ખાતેથી ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ૧૩ કન્ટેનરમાં ૩ કરોડની પાકિસ્તાની સૂકી ખજૂરના હાઇપ્રોફાઇલ કેસમાં ગાંધીધામ મારવાડી યુવા મંચના ઉપપ્રમુખ પવન સુરેશ ગોયલની રેગ્યુલર જામીન અરજી ગાંધીધામ કોર્ટે નામંજૂર કરી દીધી છે. જોકે, આ કેસમાં કાયદાકીય કાર્યવાહી વચ્ચે તપાસ એજન્સીઓની કામગીરી પર કેટલાક તીખા સવાલો ઉભા થઈ રહ્યા છે.આ બાબતે ચર્ચાતી વિગતોની વાત કરીએ તો દુબઈના રસ્તે ભારતમાં ગેરકાયદેસર રીતે આયાત કરાયેલી પાકિસ્તાની સૂકી ખજૂરના કૌભાંડમાં પવન ગોયલની અટકાયત કરવામાં આવી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવ
પક્ષના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે પવન ગોયલ શિવહોમ ઈમ્પેક્ષના માલિક નથી પણ માત્ર એક બ્રોકર છે, તો પછી અહી સવાલ થઈ રહ્યો છે કે, આવી રીતે પાકીસ્તાનથી બેન્ડ હોવા ઉપરાંત પણ ખજુરનો કરોડોનો જથ્થો મંગાવનાર મુળ માલિક કોણ છે?વેપારી આલમ અને સ્થાનિક વર્તુળોમાં હવે એ વાત ચર્ચાસ્પદ બની છે કે જો તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવે તો આ કૌભાંડમાં શિવહોમ ઈમ્પેક્ષના અસલી માલિક તથા માલનો ખરેખર ઈમ્પોર્ટર પડદા પાછળ કોણ રહેલ છે તથા સીએચએનો સાચો રોલ તથા તે ઉપરાંતના અન્ય મદદગારો તરીકે રહેલા મોટા નામો પણ બહાર આવી શકે તેમ છે.
.................
તપાસ ટાંકણે ઉઠતા તીખા પ્રશ્ના
ગાંધીધામ : સ્થાનિક વર્તુળોમાં ચર્ચા ચાલ રહી છે કે શું સરકારી તિજોરીમાંથી કોન્ટ્રાક્ટરોના બિલ ઝડ*૧. શિવહોમ ઈમ્પેક્ષનો ‘મિત્ર’ કોણ? કેમ તેના સુધી તપાસ નથી પહોંચી? કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ આયાત ‘શિવહોમ ઈમ્પેક્ષ’ના નામે થઈ હતી અને આ ફર્મ પવન ગોયલના કોઈ મિત્રના નામે નોંધાયેલી છે. તો પછી સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી તપાસ એજન્સીઓ આ મિત્ર (વાસ્તવિક લાયસન્સ/ફર્મ ધારક) સુધી કેમ પહોંચી નથી? *૨. મોટા માથાને બચાવવાનો પ્રયાસ? માત્ર
પવન ગોયલને જ મુખ્ય સૂત્રધાર દર્શાવીને કેસ પૂરો કરી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ? આ પાછળ રહેલા અસલી મોટા માથાઓ કે ફર્મના કાગળ પરના માલિક સામે કેમ કોઈ મજબૂત કાનૂની કાર્યવાહી કરવામાં નથી આવી રહી?*૩. કાગળ પરના માલિક કેમ હજુ સુરક્ષિત? આટલા મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં જે ફર્મના નામે આયાતનું લાયસન્સ અને બેંકિંગ વ્યવહારો થયા હોય, તે વ્યક્તિ હજુ સુધી સલામત કેમ છે?
................................

Comments