પંચમહાલમાં પ્રામાણિક વેપારીઓને બહાર કરવા ‘માફિયાઓની રિંગ રોડ મોડસ ઓપરેન્ડી’; પૂર્વ કચ્છમાં પણ અધિકારીઓની આંખમીંચામણાંથી ‘આવો ભાઈ હરખા...’ જેવો ખેલ!
શું કચ્છમાં પણ પંચમહાલ ની જેમ ‘ઈ-હરાજી’ની આડમાં કરોડોની રેતી ચોરી નું રચાયું ષડયંત્ર?
આઠેક બ્લોક અપાયા છે અને હજુ બીજાની ઈહરાજી કરવાની છે, ઓનલાઈન જ કરવાનુ છે એટલે કોઈ રીંગ થવાની શકયતાઓ નથી, ઉપરાંત પણ ચોકકસથી તપાસ કરાવીશુ : શ્રી કેયુર પંડયા(સિનિયર ભુસ્તરશાસ્ત્રી, પૂર્વ કચ્છ-અંજાર)
પંચમહાલ જિલ્લાના ધુસર અને સાલીયા ખાતે આવેલા સાદી રેતીના ૯ બ્લોકની ઈ-હરાજીમાં સ્થાનિક ખનીજ માફિયાઓ અને તેમના મળતિયાઓએ મિલીભગત કરીને મસમોટું ઓનલાઈન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું : પંચમહાલમાં ૯ સાદી રેતીના બ્લોકમાં સાચા વેપારીને સ્પર્ધામાં બહાર કાઢવા ઉચી ભાવ બોલીને બ્લોક લેવા નહિ આવનાર સામે કલેકટરમાં કેસ દાખલ કરવામાં આવ્યો : શું પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં પણ કંઈક આવી જ રીતે થઈ છે ગોઠવણ? કોણ અને કયારે કરાવાશે તપાસ? ટુંક સમયમાં આ બ્લોકની થઈ જશે લ્હાણી?
ગાંધીધામ : પંચમહાલ જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નદીઓમાંથી સાદી રેતીના વિવિધ બ્લોકની ઈ-હરાજી હાથ ધરવામાં આવી હતી., જેમાં જિલ્લાના ધુસર અને સાલીયા ખાતે આવેલા સાદી રેતીના કુલ ૯ બ્લોક માટે ઓનલાઈન ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા યોજાઈ હતી. નિયમ મુજબ ધંધો કરવા માંગતા સાચા અને જરૂરિયાતમંદ સ્થાનીક વેપારીઓને સ્પર્ધામાંથી બહાર ફેંકી દેવા માટે ખનીજ માફિયાઓએ અવાસ્તવિક રીતે ઊંચી બોલીઓ લગાવી હતી. પંચમહાલમાં ૯ સાદી રેતીના બ્લોકમાં સાચા વેપારીને સ્પર્ધામાં બહાર કાઢવા ઉચી ભાવ બોલીને બ્લોક લેવા નહિ આવનાર સામે કલેકટરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે., ઊંચા અને અવાસ્તવિક ભાવ બોલીને ખનીજ- માફિયાઓએ ખરેખર નિયમ મુજબ ધંધો કરવા માંગતા સ્થાનિક અને જરૂરિયાતમંદ વેપારીઓને પ્રક્રિયામાંથી બહાર ફેંકી દીધા હતા.ૃ. બજારમાં સાદી રેતીનો ભાવ રૂ. ૧,૧૦૦ પ્રતિ ટન/ફૂટ હોવા છતાં આ તત્વોએ રૂ. ૧,૫૦૦ થી રૂ. ૩,૦૦૦ સુધીની બોલી બોલી બ્લોકપોતાના નામે મેળવી લીધા હતા. હાલમાં બજારમાં સાદી રેતીનો ભાવ રૂ૧.૧૦૦ પ્રતિ ટન/ફૂટ જેટલો ચાલે છે., જેની સામે કેટલાક તત્વોએ ઈ-હરાજી દરમિયાન બોલીને અવાસ્તવિક રીતે ઉંચે લઈ જઈ રૂ૧.૫૦૦ થી રૂ ૩,૦૦૦ સુધી બોલી લગાવીને બ્લોક પોતાના નામે મેળવી લીધા હતા.ૃ.પરંતુ, બોલી જીત્યા બાદ આગળની રકમ ભરીને બ્લોકનો કબ્જો લેવા કોઈ આવ્યું જ નહોતું. ઊંચા ભાવે બોલી જીત્યા બાદ આ તત્વો નિયમ મુજબ આગળની રકમ ભરીને બ્લોકની વિધિવત ફાળવણી કે કબ્જો લેવા આવ્યા જ નહોતા.ૃ. કાગળ પરની આ ઈ-હરાજીની આડશમાં બ્લોક રજિસ્ટર થઈ ગયા બાદ, સરકારી બ્લોકમાંથી કોઈ પણ રોકટોક વગર બેફામ રેતીની ચોરી કરવામાં આવતી હતી. સાદી રેતીના ૯ બ્લોકની ઈ હરાજીમાં ઉંચાં ભાવ બોલીને બ્લોક સરકારી ચોપડે નોંધાય જાય બાદ બ્લોક લેવા આવતા નથી., આ બ્લોક લેનાર અને સ્થાનિક ખનીજ માફિયાઓ મળેલા હોવાથી ઈ-હરાજીની કાગળ પરની પ્રક્રિયાના આડશમાં સરકારી બ્લોકમાંથી કોઈ પણ રોકટોક વગર બેફામ રેતીની ચોરી કરવામાં આવી રહી છે.ૃ. તંત્ર દ્વારા કેસ દાખલ કરાતા આ તત્વો સુનાવણીમાં હાજર પણ રહેતા નથી. માત્ર ૦.૦૫%
ડિપોઝિટ જપ્ત થવા સામે માફિયાઓ લાખો-કરોડો રૂપિયાની સરકારી રોયલ્ટીનું નુકસાન કરીને ચાલ્યા જતા હતા. બ્લોકની હરાજીમાં ઉંચા ભાવ બોલીને સ્થાનીક ખનીજ માફિયાઓ રેતી ચોરી કરે છે.બ્લોક નહિ લેનાર સામે કાર્યવાહીમાં ડિપોઝીટ અને ટેન્ડરીંગ રકમ જપ્ત સામે લાખોની રેતી ચોરી જતા હોય છે., રાજયમાં સાદી રેતીના બ્લોકની ઓનલાઇન હરાજીમાં ઉંચી ભાવ બોલીને બ્લોક નહિ લેવા આવીને સરકારે લાખો રૂપિયાની રોયલ્ટીનુ નુકસાન થાય છે., બ્લોક નહી લેનાર જથ્થા મુજબ ૦.૦૫ ટકા ડિપોઝિટની રકમ જપ્ત થાય છે.ૃ.જાણકારો કહી રહ્યા છે કે, પંચમહાલ જેવી જ સ્થિતિ હાલ પૂર્વ કચ્છમાં પણ આકાર લઈ રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પૂર્વ તથા પશ્ચીમ કચ્છના ખનીજ અધિકારીઓ આ સમગ્ર બાબતે અજાણ બને છે કે પછી જાણીજોઈને આંખમીંચામણાં કરી રહ્યા છે તે મોટો સવાલ છે.માંડવી, મુંદરા અને અંજાર સહિતના વિવિધ ગામોમાં આવો ભાઈ હરખા, આપણે બંને સરખા ના તાલ પર ટેન્ડરોમાં સેટિંગ અને રિંગ ફેબ્રિકેશન કરાયું હોવાની ભારે ચર્ચા છે. નિયમ મુજબ જ્યાં રેતીનો બ્લોક આપવાનો હોય ત્યાંના સ્થાનિક ગ્રામજનો કે વેપારીઓને પ્રાથમિકતા મળે તે માટે ખનીજ વિભાગે જાગૃતિ ફેલાવવી જોઈએ, તેને બદલે માત્ર છાપામાં એક નાની જાહેરાત આપીને જવાબદારીમાંથી છટકી જવાય છે. પરિણામે કચ્છના રેતીના બ્લોક સ્થાનિકોને મળવાને બદલે કોઈ બહારની અમુક ચોક્કસ પાર્ટીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. જો પૂર્વ તથા પશ્ચીમ કચ્છના ખનીજ વિભાગ અને ટેન્ડર પ્રક્રિયાની ઊંડી તપાસ કરવામાં આવે તો પંચમહાલ કરતાં પણ મોટો ભોપાળો અને અનેક મોટા અધિકારીઓના નામો બહાર આવે તેમ છે!
આ સમગ્ર રાજ્યવ્યાપી મોડસ ઓપરેન્ડી પર લગામ લગાવવા માટે સરકારે હવે ઈ-હરાજીમાં ડિપોઝિટની રકમ જથ્થાના ૦.૦૫ ટકાને બદલે વધારીને ૧ ટકા કરવાનો સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે.
સરકાર આવી મોડસ ઓપરેન્સી બંધ કરવા હવે ઈ હરાજીમાં ડિપોજીટની રકમ ૦.૦૫ ટકા ને બદલે ૧ ટકા કરી દીધી છે.., સરકારે આવા તત્વો સામે લગામ લગાવવા હવેથી ઓનલાઈન હરાજીમાં ભાગ લેનારે બ્લોકના જથ્થાના ૧ ટકા લેખે ડિપોઝિટની રકમ ભરવાનો પરિપત્ર કર્યો છે.ૃ, જેથી હવે સરકારી આંખમાં ધૂળ નાખનારા તત્વો આવી બોગસ ઉંચી બોલીઓ બોલાવી શકશે નહીં સરકારે આવા તત્વો સામે લગામ લગાવવા હવેથી ઓનલાઈન હરાજીમાં ભાગ લેનારે બ્લોકના જથ્થાના ૧ ટકા લેખે ડિપોઝિટની રકમ ભરવાનો પરિપત્ર કર્યો છે., જેથી આવ ખેલ કરીને સરકારની આંખમાં ધૂળ નાખનાર તત્વો ઉંચી બોલી બોલાવી શકશે નહિ.ૃ. બીજીતરફ પંચમહાલની જેમ પૂર્વ કચ્છમાં પણ ખાસ કરીને અંજાર સહિતન વિસ્તારોમાં પણ આ રીતે રેતીચોરીની રીંગ કરવા માટેના કારસ્તાનો થઈ રહ્યા હોવાનુ પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી કેયુર પંડયાને પુછતા તેઓએ કહયુ હતુ કે, ઓનલાઈન હરરાજી પ્રક્રીયા થઈ રહી છે એટલે રીંગ થવાની શકયતાઓ નહિવત છે, ઉપરાત પણ ચોકકસથી તપાસ કરાવીશુ તેવી ખાત્રીશ્રી પંડયાએ દર્શાવી હતી.

Comments