ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીનું કરાયું અભિવાદન
કચ્છના જિલ્લા શિક્ષણાધિકારી સંજયકુમાર પરમાર રજા પર જતાં તેમના હસ્તકનો ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીને મળતાં જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમનું કચ્છી શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે શિક્ષક સંઘના હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, ઘનશ્યામસિંહ જાડેજા, ધીરજ ઠક્કર, હરિભા સોઢા, મયુરસિંહ જાડેજા જયેન્દ્રસિંહ ઝાલા, ધવલ ત્રિવેદી સહિતના આગેવાનો ઉપરાંત કેળવણી નિરીક્ષકો ઉમેશભાઈ રૂઘાણી, રાજેશભાઈ ગોર, કિશોરભાઈ વેકરિયા, રવિભાઈ સોલંકી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments