ધોરડો-હાજીપીર બિસ્માર રસ્તા અંગે રાપરના પૂર્વ ધારાસભ્યએ કરી રજૂઆત
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના ધોરડો - હાજીપીરના ૩૦ કી.મી.ના બિસ્માર રસ્તા તેમજ ખાવડાથી લઈને રોડ ટુ હેવન રસ્તાની પટડી ભરવાના કામ બાબતે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્બારા કચ્છ કલેકટર અને નેશનલ હાઈવે ઓથોરીટીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતા દ્બારા પ્રસારિત કરવામાં આાવતા પ્રજાતંત્રના પ્રશ્નો અનુસંધાને ભુજ તાલુકાના ધોરડોથી હાજીપીર વચ્ચેનો ૩૦ કી.મી. નો રસ્તો બિસ્માર હાલતમાં હોઈ અહીં ગાડી રસ્તાથી નીચે ઉતારતા ગાડી બેસી જવાના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા ઉદ્દભવે છે તેમજ રસ્તો ખરાબ હોવાના કારણે લોકોને ખુબ તકલીફનો સામનો કરવો પડે છે. આ માર્ગ હાજીપીર, લુણા, બીટાડા સહિતના પશ્ચિમ કચ્છના સરહદી ગામોને જોડતો મહત્વનો રસ્તો છે. થોડા સમયમાં રણોત્સવ શરૂ થવાનો છે ત્યારે અહી દેશ - વિદેશથી આવતા અનેક પ્રવાસીઓને ભારે તકલીફ ન પડે તેમજ સરહદ, પ્રવાસન અને ઉદ્યોગ સાથે આ રસ્તો જોડાયેલ છે, જેથી આ રસ્તાની તાત્કાલીક ધોરણે મરંમત કે જરૂર જણાય તો નવો રસ્તો બનાવવા માટેની માંગણી કરાઈ છે. તેમણ વધુમાં ઉમેર્યું હતું કે, ઘડુલી - સાંતલપુર રોડ જે ઘડુલીથી લઈને સાંતલપુર સુધી ધોરડો રણોત્સવ, રોડ ટુ હેવન, વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ હેરીટેજ ધોળાવીરા, વ્રજવાણી સતી સ્મારક જેવા સ્થળોને લીંક કરતો રસ્તો છે. અનેક પ્રવાસીઓ અને સહેલાણીઓ આ રસ્તાનો ભરપુર ઉપયોગ કરે છે ત્યારે આ રસ્તાની મરંમત જાળવવી ખૂબ જ જરૂરી છે.
ખાવડાથી લઈને રોડ ટુ હેવન સુધીના રસ્તામાં સિંગલપટ્ટી રોડની પટડીઓ યોગ્ય રીતે ભરવામાં આવેલ નથી, જેના કારણે નાના વાહનોને ચલાવવામાં ખુબ જ અગવડતા પડે છે અને પટડીઓ નહીવત હોવાના કારણે ગાડી ચાલકોને સાઈડ લેવી ખુબ જ મુશ્કેલ બની જાય છે, જેેના કારણે કોઈ અકસ્માત સર્જાવવાની શકયતાઓ રહેલી હોઈ આ પટડીના કામ તાત્કાલિક ધોરણે કરવા રજુઆત કરવામાં આાવી છે. આ બાબતે કલેકટર તેમજ નેશનલ હાઈવે ઓથોરીટી ગંભીરતાપૂર્વક નોંધ લઈને તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરાઈ છે.
----------

Comments