Trending News
સ્થાનિક સમાચાર

આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા માટે તાલીમ-સહ-કાર્યશાળા યોજાઈ

01 September



ભુજ - કચ્છઉદય : જિલ્લા કલેક્ટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો માટે તાલીમ-સહ-સમીક્ષા કાર્યશાળા યોજાઈ હતી.
કાર્યશાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ આરોગ્ય વિભાગના વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમોની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે આરસીએચઓ, ક્યુએમઓ, એડીએચઓ અને ઈએમઓ દ્વારા પણ તેમના હસ્તકના વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમોની પ્રગતિ, લક્ષ્યાંકો, કામગીરીમાં આવતા પડકારો તથા આગામી આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યશાળામાં એનસીડી, કુટુંબ કલ્યાણ, સગર્ભા માતાની તપાસ, સક્ષમ પોર્ટલ, પીએમજેએવાય તથા કાયાકલ્પ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત આઈડીએસપી, આઈએચઆઈપી, ક્લોરિનેશન, વાહકજન્ય રોગ નિયંત્રણ, માતૃ-બાળ આરોગ્ય, રસીકરણ, ઇદ્ભજીદ્ભ અને ઇમ્જીદ્ભ કાર્યક્રમોની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અંતિમ સત્રમાં એનટીઈપી, રક્તપિત્ત અને એચઆઈવી - એઈડ્‌સ નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ટીબી અધિકારી ડૉ. મનોજ દવે દ્વારા ‘ટીબી મુક્ત કચ્છ’ના લક્ષ્યાંક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ ફાયનાન્સિયલ અને એચએમઆઈએસ અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. કાર્યશાળાનો મુખ્ય હેતુ પીએચસી - યુપીએચસી તથા તાલુકા કક્ષાએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાનો હતો. 
---

Comments

COMMENT / REPLY FROM