Trending News
સ્થાનિક સમાચાર

ચાઈનીઝ કેમેરા કૌભાંડ : મુંદરા થી દિલ્હી સુધી  NIA નો મોટો ધડાકો, ૪થી વધુની ધરપકડથી ખળભળાટ

01 September

રાજુ-લાકડાના બની બેઠેલ ઠગ વેપારીને નાપાકજાસુસ જ કેમ ન કહેવાય!



મુંદરાથી દિલ્હી સુધી ફેલાયેલા ચાઈનીઝ કેમેરા કૌભાંડમાં  NIA નો મોટો ધડાકોઃ શું માત્ર આર્થિક લોભ કે દુશ્મન દેશને માહિતી પહોંચાડવાનું નાપાક ષડયંત્ર?


મુંદરા ચાલતી છાનબીન દરમિયાન જ દિલ્હીમાં ચાઈનીઝ કેમેરા કાંડની કડીમાં ચારથી વધુ શખ્સોની ધરપકડ કરાયાની ચર્ચા 

દુશ્મન દેશ બેઠા બેઠા રજેરજની મુવમેન્ટ જોઈ શકે તેવા GPRS  કેમેરા મુંદરાના વેરહાઉસમાંથી પકડાયાઃ દેશની સુરક્ષા દાવ પર લગાવનાર ટોળકી સામે આકરા પગલાંના ભણકારા :  એનઆઈએ દ્વારા મુંદરા પાસેના વેરહાઉસમાં તપાસ પૂર્ણ, પંચનામું કરાયું, વિવાદિત મુદ્દામાલ સીઝ કરાયોઃ ટૂંક સમયમાં થાય તેવા સત્તાવાર કડાકા-ભડાકા.


ગાંધીધામ : દેશની સુરક્ષા વ્યવસ્થાને સીધો પડકાર ફેંકતા એક અત્યંત ગંભીર પ્રકરણનો પર્દાફાશ થતાં જ સમગ્ર કચ્છ સહિત દેશભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દેશમાં જેની પર સખત પ્રતિબંધ છે તેવા જીપીઆરએસ ટેકનોલોજીથી સજ્જ કેમેરા ગેરકાયદેસર રીતે આયાત કરી, દિલ્હી સુધી પહોંચાડવાના આ કાળો કારોબારમાં મુંદરાનો તાર જોડાતાં સ્થાનિકે ભારે સનાટો છવાઈ ગયો છે. દેશના સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે અત્યંત ગંભીર ગણાય તેવા ચાઈનીઝ GPRS  કેમેરા કૌભાંડમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા દિલ્હીથી લઈ કચ્છ સુધી સપાટો બોલાવવામાં આવ્યો છે. દેશમાં જેની આયાત પર સખત પ્રતિબંધ છે, તેવા અદ્યતન GPRS  સિસ્ટમ ધરાવતા ચાઈનીઝ કેમેરા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસાડીને દિલ્હી સુધી પહોંચાડવાના દેશવિરોધી ષડયંત્રનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. તપાસ એજન્સીઓના મતે આ કૃત્ય માત્ર આર્થિક લાભ ખાતર તસ્કરી પૂરતું સીમિત છે કે પછી દુશ્મન દેશને ભારતની રજેરજની સંવેદનશીલ મુવમેન્ટ પહોંચાડવાનું નાપાક ષડયંત્ર છે, તે દિશામાં ઘેરી તપાસ શરૂ કરવામાં આવી છે.મુંદરા નજીક આવેલા વેરહાઉસમાં NIA ની ટીમે દરોડો પાડીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. વેરહાઉસમાંથી પ્રતિબંધિત કેમેરાનો મોટો જથ્થો મળી આવતાં એજન્સી દ્વારા સમગ્ર વિવાદિત મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને કાયદેસરનું પંચનામું પૂર્ણ કરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેમેરા એવી ટેકનોલોજી ધરાવે છે જેનાથી દુશ્મન દેશ પોતાના ઘરે બેઠા-બેઠા જ ભારતની ગુપ્ત વિગતો અને મુવમેન્ટ પર નજર રાખી શકે છે. એજન્સી દ્વારા ટૂંક સમયમાં જ આ મામલે મોટો સત્તાવાર વિસ્ફોટ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.તો વળી બીજીતરફ શહેર-સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, આ દેશદ્રોહી કૃત્યમાં રાજુ-લાકડાના બની બેઠેલ ઠગ વેપારી અને તેની આખી ટોળકીની સંડોવણી સામે આવતાં લોકમુખે એક જ ચર્ચા છે કે, આવા તત્વોને નાપાક જાસૂસ સિવાય બીજું શું કહી શકાય? દેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સામે ખતરો ઊભો કરનાર આ કૌભાંડને પકડી પાડવા બદલ રાષ્ટ્રીય તપાસ એજન્સીની કાર્યવાહી પ્રશંસાપાત્ર રહી છે. દિલ્હીમાં જ્યારે આ ટોળકીનો સાગરીત કેમેરાનું ઈન્સ્ટોલેશન કરી રહ્યો હતો, ત્યારે જ એનઆઈએ ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ સફળતા બાદ તપાસનો રેલો છેક મુંદરા પાસેના એક વેરહાઉસ સુધી લંબાતાં, મુંદરાના વેરહાઉસમાંથી પ્રતિબંધિત કેમેરાનો અસલ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.સુરક્ષા નિષ્ણાતો અને જાણકારોના મતે, આ બાબત માત્ર આર્થિક ગુનો કે તસ્કરી પૂરતી સીમિત નથી. આ તત્વો સારી રીતે જાણતા હતા કે જીપીઆરએસ યુક્ત આ કેમેરા ભારતમાં લાવવા પર સખત પ્રતિબંધ છે, છતાં મોટો જથ્થો મંગાવવામાં આવ્યો. દુશ્મન દેશ પોતાના ઘરે બેઠા-બેઠા ભારતની રજેરજની લશ્કરી તથા સુરક્ષા સંબંધિત મુવમેન્ટ જોઈ શકે અને માહિતી મેળવી શકે તેવી મદદગારી આ ટોળકી દ્વારા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાય છે.આર્થિક લાભ ખાતર દેશના સંરક્ષણ અને અસ્તિત્વને જ દાવ પર લગાવી દેનારા આ રાજુ-લાકડા અને તેની ટોળકીના તમામ સાગરીતો સામે દેશદ્રોહનો ગુનો નોંધી સખતમાં સખત પગલાં ભરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે. કચ્છથી દિલ્હી સુધી ફેલાયેલા આ દેશવિરોધી નેટવર્કમાં ઝડપાયેલા તમામ શખ્સો સામે આકરામાં આકરી કાર્યવાહી થવી અનિવાર્ય બની છે.

.........


એનઆઈએની લાલઆંખથી મુંદરામાં રાજુ-લાકડાના બની બેઠેલ ઠગ વેપારીનો સ્ટાફ ભૂગર્ભમાં


ગાંધીધામ : મુંદરામાં ચાલી રહેલી સ્થાનિક તપાસની કડીઓ સીધી રાજધાની દિલ્હી સુધી લંબાતાં દિલ્હીમાંથી આ ચાઈનીઝ કેમેરા કાંડ સાથે જોડાયેલા ચારથી વધુ શખ્સોની ધરપકડ કરી લેવાઈ હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. બીજી તરફ, કચ્છના સ્થાનિક સ્તરે રાજુ-લાકડા નામના બની બેઠેલા ઠગ વેપારીના તાબા હેઠળ કામ કરતો આખો સ્ટાફ એનઆઈએના દરોડા બાદ અચાનક ભૂગર્ભમાં ઉતરી જતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. દેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સામે મોટો ખતરો ઊભો કરનાર આ ટોળકી સામે આકરામાં આકરી કાનૂની કાર્યવાહીના ભણકારા વાગી રહ્યા છે.

..........

Comments

COMMENT / REPLY FROM