ભુજમાં હત્યાની કોશિશના ગુનામાં કોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા
ભુજ - કચ્છઉદય : ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માતના એક ગુનામાં બે મહિના બાદ પોલીસ દ્વારા હત્યાની કોશિશની કલમ ઉમેરવામાં આવી હતી. આ કેસમાં પાલારા જેલમાં બંધ આરોપી સોહિલ અલાના ભોરીયા અને જાનમામદ મુસાભાઈ સમા (રહે. રતિયા) દ્વારા ભુજની સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
કેસની વિગત મુજબ, ફરિયાદીના મોટરસાઇકલને ફોર-વ્હીલર ગાડીથી ટક્કર મારી ઈજાઓ પહોંચાડવા અંગે શરૂઆતમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને હત્યાની કોશિશ સહિતની કલમોનો ઉમેરો કર્યો હતો. બંને પક્ષોની રજૂઆતો અને દલીલો ધ્યાને લીધા બાદ, ભુજના અધિક સેશન્સ જજે આરોપીના એડવોકેટ કે.પી. ગઢવીની દલીલો ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી તેમને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
----------

Comments