ગાંધીધામમાં નકલી દારૂ માટે નવો પેંતરો : વેપારીના જીએસટીનંબરનો દુરઉપયોગ : આ કાંડની આદિપુર નકલી લીકર કૌભાંડ કડી છે કે કેમ?
ગાંધીધામના વેપારીના GST નંબરનો દારૂ માટે દુરુપયોગ! ૫,૦૨૬ ખાલી બોટલોનું રહસ્ય ઘેરાયું : ફરીદાબાદથી રૂ.૪૦,૨૦૮ની ૧૮૦ સ્ન્ની બોટલો મંગાવાઈ, વેપારીએ માલ મંગાવ્યો ન હોવાનું કહી પાર્સલ પરત કર્યું
ગાંધીધામઃ શહેરના મેઈન માર્કેટમાં અગરબત્તીનો હોલસેલ વેપાર કરતા વેપારીના GST નંબરનો દુરુપયોગ કરી દારૂ ભરવા માટે ઉપયોગમાં લેવાતી ૫,૦૨૬ ખાલી પ્લાસ્ટિક બોટલો મંગાવવાનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાવલા ચોકમાં એસ.કે. ગ્રુપ નામે પેઢી ધરાવતા ૫૯ વર્ષીય કિરીટભાઈ રામજીભાઈ કોડરાનીના નામે ફરીદાબાદની યશ પ્લાસ્ટો પ્રિન્ટ ફર્મમાંથી રૂ.૪૦,૨૦૮ની કિંમતની ૧૮૦ એમએલની મરૂન કલરની કુલ ૫,૦૨૬ ખાલી બોટલો મંગાવવામાં આવી હતી. ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ ચાર પાર્સલ દુકાને પહોંચ્યા બાદ વેપારીએ આ માલ પોતે મંગાવ્યો ન હોવાનું જણાવી પાર્સલ પરત કરી દીધા હતા. પોલીસ તપાસમાં આ બોટલો હિરાભાઈ રામાભાઈ ભરવાડે મંગાવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે બાદમાં દેવેન શંકરભા ગઢવી અને મહેશ દેવાભાઈ ભરવાડ ટ્રાન્સપોર્ટમાંથી બોટલો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ કચ્છ LCB દ્વારા બોટલો કબજે કરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. ખાસ કરીને આદિપુરમાં અગાઉ ઝડપાયેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીમાંથી ૯,૪૦૦ ખાલી બોટલો મળી આવી હોવાથી બંને ઘટનાઓ વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.-મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી નું ગટરનું ૮૫ કરોડનું અને પાણીનું ૧૦૪ કરોડનું ટેન્ડર દોઢ મહિનાથી ખોલવામાં આવતું નથી
...............................
કેટલા સમયથી ચાલતું હતું
આ કૌભાંડનું નેટવર્ક?
ગાંધીધામ : તાજેતરમાં જ આદિપુરના વોર્ડ-૪/એ માંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી ૯,૪૦૦ ખાલી બોટલો અને બનાવટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હવે ગાંધીધામના વેપારીના નામે મંગાવાયેલી ૫,૦૨૬ બોટલો પણ આ જ નેટવર્ક અથવા તો કચ્છમાં ચાલી રહેલા અન્ય નકલી દારૂના કારખાનાઓ માટે મંગાવાઈ હોવાની પ્રબળ આશંકા છે. આટલી મોટી સંખ્યામાં બીજાના ય્જી્ૈંદ્ગ નો ઉપયોગ કરીને પ્લાસ્ટિક બોટલો, કેમિકલ અને પેકિંગ મટીરીયલની હેરાફેરી એક-બે દિવસમાં શક્ય નથી. આ બતાવે છે કે આ મજબૂત નેટવર્ક છેલ્લા લાંબા સમયથી સક્રિય હતું અને અગાઉ પણ અનેક વેપારીઓના જીએસટી નંબરનો ઉપયોગ કરીને બોગસ માલ મંગાવવામાં આવ્યો હોઈ શકે છે.
.....................
જીએસટી વિભાગ કેમ અંધારામાં રહી ગયું?
પોલીસની પણ સહિયારી તપાસ કેમ નહીં?
ખાટલે મોટી ખોટ : અંતે, શું પૂર્વ કચ્છ પોલીસ અને જીએસટી વિભાગ સાથે મળીને આ રેકેટના આકાઓ સુધી પહોંચશે કે પછી માત્ર ભાડૂતી આરોપીઓને પકડીને કેસ સંતોષી લેવાશે? તે હવે જોવાનું રહેશે.
વેપારી ખુદ હિમંત દાખવી અને ફરીયાદ કરવા આગળ આવ્યા છે, હવે તો પ્રજા પણ જાગૃત બની રહી છે, જીએસટી નંબરનો ગેરઉપયોગ થયો છે, પોલીસ આ કેસમાં જીએસટી વિભાગની મદદ લે તે ઈચ્છનીય, આવા અગાઉ પણ કેટકેટલા બનાવો બની ગયા? અન્ય કેટલા લોકો આ રીતે ભોગ બની ચુકયા હશે?
ગાંધીધામઃગાંધીધામના જાણીતા અગરબત્તીના વેપારીના GSTIN (જીએસટી નંબર)નો ગેરકાયદે ઉપયોગ કરી દારૂની ૫,૦૨૬ ખાલી બોટલો મંગાવવાના કૌભાંડે પૂર્વ કચ્છ સહિત સમગ્ર રાજ્યના પોલીસ અને કરવેરા તંત્રમાં ભારે ચકચાર જગાવી છે. વેપારીએ પોતે પાર્સલ અસ્વીકાર કરી બિલ રદ કરાવતા આ સમગ્ર કાવતરું સપાટી પર આવ્યું હતું. પરંતુ આ ઘટનાના તાર જોડતાં અનેક એવા ચોંકાવનારા સવાલો ઊભા થઈ રહ્યા છે, જે જીએસટી વિભાગની મિલિભગત અથવા તો ઘોર બેદરકારી તરફ ઈશારો કરે છે.સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આ ગુનાનું મૂળ જ ‘જીએસટી નંબરના દુરુપયોગ‘ અને બોગસ બિલિંગ સાથે જોડાયેલું છે, ત્યારે ગાંધીધામ પોલીસ આ તપાસમાં જીએસટી વિભાગને સાથે કેમ નથી રાખતી? બીજાના જીએસટી નંબર પરથી અન્ય રાજ્યમાંથી માલ મંગાવી બિલ બનાવવું એ ટેક્સ ચોરી અને બોગસ બિલિંગનો સીધો ગુનો બને છે. આમ છતાં, ગાંધીધામ જીએસટી વિભાગ પણ આટલા મોટા કૌભાંડથી અજાણ અને અંધારામાં કેમ બેસી રહ્યું છે? સ્થાનિક જીએસટી અધિકારીઓની ઈન્ટેલિજન્સ સિસ્ટમ શા માટે સાવ નિષ્ફળ સાબિત થઈ?જો ગાંધીધામ પોલીસ માત્ર પ્રોહિબિશન અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ સીમિત રાખશે, તો આ નેટવર્કના મૂળ સુધી પ હોંચવું મુશ્કેલ બનશે. જીએસટી વિભાગની ટેકનિકલ મદદ વગર આરોપીઓએ ભૂતકાળમાં ક્યાં - ક્યાંથી અને કયા-કયા જીએસટી નંબર પર બોગસ ઈ-વે બિલ બનાવ્યા છે તેનો પર્દાફાશ થઈ શકે તેમ નથી.
.................

Comments