Trending News
ક્રાઈમ

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો જુગાર પર સપાટો! બે સ્થળેથી ૧૩ જુગારીઓ ઝડપાયા

30 August


નવી સુંદરપુરી અને મહેશ્વરીનગરમાંથી કુલ રૂ.૨૬,૩૨૦ રોકડ સહિત ગંજીપાના કબજે

ગાંધીધામ  : ગાંધીધામમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. રાઠોડની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન બાતમીના આધારે નવી સુંદરપુરી તલાવડી વિસ્તારમાં ‘મા’ પ્રોવિઝન સ્ટોર પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા ઈશ્વરભાઈ ભીખાભાઈ સોલંકી, મુકેશ ગગાભાઈ સેંધવ, મેહુલ રાકેશભાઈ વણકર, વિજય ભોજાભાઈ પરમાર, કનુભાઈ પ્રાણભાઈ વાલ્મીકી, અશોક શંકરભાઈ ડાભી, મનોજ સુરેશભાઈ વાઘેલા અને રોહીત મોતીભાઈ મકવાણા સહિત ૮ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.૧૦,૨૨૦ રોકડ અને ૫૨ ગંજીપાના કબજે કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પોલીસે મહેશ્વરીનગર મડદપીર દરગાહવાળી ગલીમાં ખુલ્લી જગ્યાએ પણ બાતમીના આધારે દરોડો પાડી હાજી હુસેન ટાંક, જહાંગીરઅબ્બાસ મોજુભાઈ રાઠોડ, હુશેન જુસબ મંગવાળા, સુલેમાન જુસબ મંગવાળા અને અવેશ મામદભાઈ માણેક સહિત ૫ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.૧૬,૧૦૦ રોકડ અને ગંજીપાના કબજે કરવામાં આવ્યા હતા.આમ, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બંને સ્થળેથી કુલ ૧૩ શખ્સોને ઝડપી પાડી રૂ.૨૬,૩૨૦ રોકડ સહિત ગંજીપાના કબજે કરી જુગારના બે કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી ૈઁં એમ.જે. રાઠોડ તથા ગાંધીધામ એ-ડિવિઝન 
પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM