સામખીયારીમાં હોટલની આડમાં ડ્રગ્સનો ધંધો!
૧૮ ગ્રામ બ્રાઉન MD, ૨૫ ગ્રામ સફેદ MD અને ૩.૧૧૧ કિલો પોષડોડા પાઉડર સહિત રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત
‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ અંતર્ગત સામખીયારી પોલીસે રાજસ્થાનના ત્રણ શખ્સોને ઝડપી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી
ગાંધીધામ :પૂર્વ કચ્છમાં‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોના સેવન, વેચાણ, હેરફેર અને વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન અને સામખીયારી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.એમ. ઝાલાના વડપણ હેઠળ સામખીયારી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી-સામખીયારી હાઇવે પર આવેલી હરિ શીવ કૃપા રાજસ્થાની હોટલમાં દરોડો
પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન રાજેશકુમાર રઘુનાથારામ બિશ્નોઈ ઉંમર ૨૭ વર્ષ, રઘુનાથારામ જાલારામ બિશ્નોઈ ઉંમર ૬૧ વર્ષ અને જગદિશ સોગારામ બિશ્નોઈ ઉંમર ૧૯ વર્ષ, ત્રણેય રાજસ્થાનના રહેવાસીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે હોટલમાં તપાસ કરતાં ૧૮ ગ્રામ બ્રાઉન સ્ડ્ઢ ડ્રગ્સ, ૨૫ ગ્રામ સફેદ MD ડ્રગ્સ અને ૩.૧૧૧ કિલો પોષડોડા પાઉડર મળી આવ્યો હતો. આ ઉપરાંત રોકડ રૂપિયા, એક આધારકાર્ડ અને છ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૨,૫૦,૧૧૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.આ મામલે સામખીયારી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ-૧૯૮૫ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી
પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.એમ. ઝાલા તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
....................
લાખાની ૪૦થી વધુ હોટલો પર ક્યારે વાગશે દંડો? ‘ગુજસીટોક’ જેવી ધાક બેસાડતી કાર્યવાહી વિના બેનામી ધંધા બંધ થવા અશક્ય!
કચ્છ હાઇવે પર ધમધમતા અડ્ડાઓ સામે કડક કાયદાકીય સકંજો જરૂરી
ગાંધીધામ : સામખીયારી પાસે હોટલમાંથી ડ્રગ્સ પકડાવાની આ ઘટના માત્ર હિમશીલાની ટોચ સમાન છે. કચ્છના હાઇવે પર આવેલી લાખા જવાની ૪૦થી વધુ ઢાબા સ્ટાઇલ હોટલો અને તેના સંચાલકો/સૂત્રધારો સામે જ્યાં સુધી પોલીસ કે પ્રશાસન દ્વારા ‘ગુજસીટોક’ કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હેઠળ કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, ત્યાં સુધી આ હાઇવે પર ચાલતા કાળા કારોબાર બંધ થાય તેમ નથી. માત્ર છૂટાછવાયા દરોડા પૂરતા નથીઃ પોલીસ દ્વારા આદેશો મળતાં જ છૂટાછવાયા કેસો કરીને સંતોષ માનવામાં આવે છે, પરંતુ આ અસામાજિક પ્રવૃત્તિઓનું મૂળિયાંમાંથી ઉચ્છેદ થતો નથી. ધાબા સ્ટાઇલ હોટલો બન્યા અડ્ડા. હાઇવે પર આવેલી અમુક ઢાબા સ્ટાઇલ હોટલોમાં દારૂ, ડ્રગ્સ અને અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાની ચર્ચાઓ જગજાહેર છે. મુખ્ય સૂત્રધારો સામે દાખલો બેસાડવો જરૂરી. જ્યાં સુધી આ તમામ નેટવર્ક પાછળ રહેલા મુખ્ય ચહેરાઓ અને મુખ્ય આકાઓ સામે ધાક બેસાડતી અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી હાઇવે પર હોટલોની આડમાં ચાલતી બેનામી
પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકાવવી પડકારરૂપ રહેશે.

Comments