Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાના યુવાને દાગીના અને રોકડ સાથે પર્સ પરત કરી પ્રમાણિકતા દર્શાવી

29 August



બે સોનાના બુટીયા એક ચાંદીની વીંટી ૧૭૦૦ રૂપિયા રોકડા પરત કર્યા : નખત્રાણાના યુવાને રોકડ દાગીના સાથે પર્સ પરત કરી પ્રમાણિકતા દર્શાવી
 

નખત્રાણા-કચ્છઉદય : યુવાન ઓમ નીતિનભાઈ ઠક્કર ભુજ થી નખત્રાણા આવી રહ્યો હતા ત્યારે માનકુવા રોડ પાસે વૃંદાવન રિસોર્ટ હોટેલ પાસે એક મહિલા જે ભાવનગરથી પોતાના ભાઈના ઘરે રક્ષાબંધન કરવા આવેલા હતા ત્યારે તેમની પાકીટ આગળ એક્ટિવા પરથી પડી ગઈ હતી જે તેમને મળી હતી અને તે બેનના પાછળ જતા બેન ટ્રાફિકમાં આગળ નીકળી ગયા હતા અને બેનને ધ્યાન નતું કે તેમની પાકીટ પડી ગઈ છે. ત્યારબાદ નખત્રાણા ઘરે આવી પાકીટના અંદર તપાસ કરતા પાકીટમાં એક ચિઠ્ઠી હતી એના મોબાઈલ નંબર લખેલા હતા જે તે બેનના પતિના હતા અને સંપર્ક કરતાં જાણવા મળેલ કે તે મહિલા માનકુવા પોતાના ભાઈના ઘરે રક્ષાબંધન કરવા આવેલ હતા.
પાકીટના અંદરથી સોનાના બુટીયા નંગ ૨, એક ચાંદીની વીટી, ૧૭૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જે રકમ અને દાગીના પરત કરવા માટે ઓમ નીતિનભાઈ ઠક્કરે મૂળ માલિકનો સંપર્ક કરી દાગીના પરત આપી પ્રામાણિકતા દર્શાવી હતી. પાકીટ માલિક પ્રદીપસિંહ ગોહિલ મૂળ ભાવનગર પાકીટ લેવા આવેલ વ્યક્તિ (પાકીટ માલિક મહિલાના ભાઈ) મનુભા ભગવાનજી જાડેજાને પાકીટ પરત કરી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM