Trending News
ક્રાઈમ

ભચાઉમાં ૧૬ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ૨૦ વર્ષીય હવસખોર શખ્સની ધરપકડ

29 August


ભચાઉઃ ભચાઉના હિંમતપુરા રેલ્વે પાટા નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૧૬ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી ઝાડીઓમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે.
આ અંગે સગીરાના ભાઈએ નોંધાવેલી ફરિયાદ આધારે, નાની ચિરાઈના રહીશ ૨૦ વર્ષીય રમજુ સુલેમાન ભટ્ટી નામના યુવકે સગીરાને પ્રેમજાળ કે લાલચમાં ફસાવી ઘર નજીકના રેલ્વે પાટા પાસે બાવળની ઝાડીઓમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ડરી ગયેલી સગીરાએ મોડેથી પરિવારને જાણ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પોક્સો (POCSO)  એક્ટ તથા મ્દ્ગજીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રમજુ ભટ્ટીની અટકાયત કરી લીધી છે.


........


 

Comments

COMMENT / REPLY FROM