ગાંધીધામમાં જુગારના બે અડ્ડા પર છ ડિવીઝન પોલીસનો સપાટો, ૧૯ શખ્સો ઝડપાયા
ગળપાદર અને ગુરુકુળ વિસ્તારમાં કાર્યવાહી, ૪૪,૭૪૦ રોકડા સહિત ગંજીપાના કબજે
ગાંધીધામ : ગાંધીધામમાં જુગારની પ્રવૃત્તિ સામે “એ” ડિવીઝન પોલીસે બે સ્થળે દરોડા પાડી કુલ ૧૯ શખ્સોને ઝડપી પાડ્યા છે. ગળપાદર જિલ્લા જેલ પાછળ કૈલાશનગર
ઝૂંપડપટ્ટી નજીક ખુલ્લી જગ્યામાંથી રમેશભાઈ દેવાભાઈ પરમાર (૩૩), સુરેશભાઈ નરશીભાઈ કોલી (૩૦), મનોજભાઈ મશરાજી ભીલ (૩૧), ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર (૫૮), રાજુભાઈ મંગળાજી માજીરાણા (૪૨) અને જયદીપ રમેશભાઈ પરસોડા (૨૨) ઝડપાયા હતા. તેમની પાસેથી ૧૧,૨૧૦ રોકડા અને ગંજીપાના ૫૨ નંગ કબજે કરવામાં આવ્યા હતા.
બીજી કાર્યવાહી ગુરુકુળ વિસ્તારના વોર્ડ નં. ૧૦-બી/સી નજીક આવેલા ખાલી પ્લોટમાં કરવામાં આવી હતી, જ્યાંથી પંકજભાઈ દેવાભાઈ બારોટ (૨૯), ભરતકુમાર મનસુખભાઈ સોલંડી (૩૧), રાજુ પ્રહલાદભાઈ તુરી (બારોટ) (૩૩), હરેશ નટવરલાલ સોલંકી (૨૯), હિતેષ શંકરભાઈ બારોટ (૨૨), સંજય રમેશભાઈ તુરી (બારોટ) (૩૦), પ્રકાશ બચુભાઈ રાઠોડ (૩૧), અજય પુંજાભાઈ રાઠોડ (૨૯), પંકજ સાગરભાઈ સોલંડી (૩૦), વલડેશ ઈશ્વરભાઈ સોલંકી (૩૯), ગૌતમ મલાભાઈ બારોટ (૩૦), ગિરીશ પુંજાભાઈ બારોટ (૩૦) અને રાહુલ દલસુખભાઈ બારોટ (૩૦) ઝડપાયા હતા. આ સ્થળેથી ૩૩,૫૩૦ રોકડા અને ગંજીપાના ૫૨ નંગ મળી આવ્યા હતા. બંને કાર્યવાહીમાં પોલીસે કુલ ૪૪,૭૪૦ રોકડા અને ગંજીપાના ૧૦૪ નંગ કબજે કરી તમામ ૧૯ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments