Trending News
ક્રાઈમ

કચ્છ હાઇવે સ્થિત ગોડાઉનમાંથી LCB એ ઝડપ્યો હજારો ખાલી ક્વાર્ટરનો જથ્થો : ભારતનગરના બે શખ્સો પકડાયા

28 August

ગાંધીધામમાં ‘ખાલી ક્વાર્ટર’નો ખેલ ખુલ્લો પડ્યો!



ટ્રાન્સપોર્ટર પેઢીના માલિક તો આવી ઘટનાઓથી અજાણ જ હોય, નીચેનો ગોડાઉનનો જવાબદાર સ્ટાફ કયાંક ને કયાંક નાની -મોટી લાલચમાં આવા કૃત્યોને અંજામ આપી દેતા હોવાની ચર્ચા : ટ્રાન્સપોર્ટર પેઢીના માલીક તો ગોડાઉન પર હાજર પણ નથી રહેતા હોતા, તેઓ તો પોતાની ઓફીસમા ગોડાઉનથી દુર બેસતા હોય છે, બેનામી ધંધાર્થીઓ આવા ટ્રાન્સપોર્ટરના ગોડાઉનના સ્ટાફને ફોડી લઈ અને તેમને લાલચ આપીને બારોબાર જ આવી ગોઠવણો કરતા હોવાની છે ચર્ચા
 

ગાંધીધામઃ કચ્છ હાઇવે નજીક આવેલી ઔદ્યોગિક વસાહતો અને ગોડાઉનો હવે ગેરકાયદેસર દારૂના નેટવર્ક માટે સેફ હેવન બની રહ્યા હોય તેમ એક પછી એક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.  આદિપુરમાં કથિત ડુપ્લીકેટ દારૂ બનાવવાના કારખાનાનો પર્દાફાશ થયાના ગણતરીના દિવસોમાં જ LCB  પોલીસે ગાંધીધામ નજીક હાઇવે પર આવેલા ગોડાઉનમાં દરોડો પાડી હજારોની સંખ્યામાં ખાલી દારૂના ક્વાર્ટરનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન ભારતનગરના બે શખ્સો પોલીસની Local ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં આવ્યા છે.LCB મ્ની ટીમ ખાસ બાતમીના આધારે કચ્છ હાઇવે સ્થિત ગોડાઉન પર ત્રાટકી હતી. તપાસ દરમિયાન અંદરથી કોઈ બનાવટી દારૂ કે સીલબંધ બોટલોને બદલે હજારોની સંખ્યામાં ખાલી ક્વાર્ટર મળી આવતા ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આટલા મોટા પ્રમાણમાં ખાલી ક્વાર્ટરનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો શું ઉપયોગ થવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. પ્રાથમિક આશંકા મુજબ, બહારથી જથ્થાબંધ દારૂ લાવી આ ખાલી ક્વાર્ટરમાં ભરીને સ્થાનિક સ્તરે સપ્લાય કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે.પકડાયેલા ભારતનગરના બે શખ્સો માત્ર સપ્લાયર કે મજૂર છે, કે પછી કોઈ મોટી સિન્ડિકેટ પાછળથી દોરીસંચાર કરી રહી છે?હાલમાં LCB પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. હાઇવે પર આવેલા ગોડાઉનોના ટ્રાન્સપોર્ટ રૂટ અને સીસીટીવી ફૂટેજ ચકાસીને દારૂના આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

..........

આદિપુરની ડુપ્લીકેટ દારૂ ફેક્ટરી બાદ વધુ એક કડી?

આદિપુરમાં ઝડપાયેલી કથિત ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો મામલો હજુ ચર્ચામાં છે, ત્યારે ગાંધીધામમાંથી મોટી સંખ્યામાં ખાલી દારૂના ક્વાર્ટર મળી આવતા દારૂના ગેરકાયદે નેટવર્ક અંગે ફરી સવાલો ઉઠ્યા છે. બંને ઘટનાઓ વચ્ચે કોઈ સીધી કડી છે કે કેમ તે અંગે હાલ કોઈ નિષ્કર્ષ નથી, પરંતુ તપાસ આગળ વધે તેમ નવા ખુલાસા થવાની શક્યતા છે.

.........

LCB ના દરોડાથી ખળભળાટ

ગાંધીધામના કચ્છ હાઇવે પર આવેલા એક ગોડાઉનમાં ન્ઝ્રમ્ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ખાલી દારૂના ક્વાર્ટર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હજારોની સંખ્યામાં ખાલી ક્વાર્ટરનો જથ્થો મળી આવતાં સમગ્ર મામલો શંકાના ઘેરામાં આવ્યો છે.

........


કચ્છ હાઇવે અને ટ્રાન્સપોર્ટ કનેક્શન પર નજર

આ અગાઉ અંજાર નજીક કચ્છ હાઇવેના ગોડાઉનમાંથી પણ લાખોની કિંમતનો દારૂ પકડાયો હતો, તેમજ આદિપુરની ફેક્ટરી માટેનો માલ-સામાન પણ હાઇવે મારફતે જ સપ્લાય થયો હોવાનું સામે આવ્યું હતું. હવે ત્રીજા કિસ્સામાં ગાંધીધામ હાઇવે પરથી જ ખાલી ક્વાર્ટરનો ખેલ પકડાતા સમગ્ર ટ્રાન્સપોર્ટ નેટવર્ક શંકાના ઘેરામાં આવ્યું છે.


..........

કચ્છ હાઇવે અને ટ્રાન્સપોર્ટ એંગલ

ગોડાઉન કચ્છ હાઇવે પર આવેલું હોવાથી સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ કનેક્શન પણ તપાસનો મહત્વનો એંગલ બની શકે છે. ખાલી ક્વાર્ટરનો આ જથ્થો કયા વાહન મારફતે આવ્યો હતો, ક્યાંથી મોકલાયો હતો અને આગળ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થાની હેરફેર થઈ હોવાનું સામે આવશે તો દારૂના નેટવર્કની વધુ કડીઓ ખુલી શકે છે.

........

બે શખ્સો ઝડપાયા

LCB મ્ની કાર્યવાહી દરમિયાન ભારતનગરના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી આટલો મોટો જથ્થો ગોડાઉનમાં કેવી રીતે પહોંચ્યો અને તેની 
પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે સિન્ડિકેટ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

..........

ગાંધીધામમાં ચામુંડા નગરમાંથી દારૂના ખાલી ક્વાર્ટરિયાનો જથ્થો મળ્યોઃ કચ્છ હાઇવેના ગોડાઉન પરથી પણ મુદ્દામાલ જપ્ત

ગાંધીધામઃ ગાંધીધામ શહેરના ચામુંડા નગર વિસ્તારમાંથી પોલીસતંત્ર દ્વારા દારૂના ખાલી ક્વાર્ટરિયાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.આ અંગે ગાંધીધામ ‘એ’ ડિવિઝનના 
પોલીસ અધિકારી શ્રી ઝાલાએ જણાવ્યા અનુસાર, ચામુંડા નગરમાંથી દેવેનભા શંકરભા ગઢવી નામના શખ્સની શંકાસ્પદ હિલચાલ આધારે તપાસ કરતાં તેની પાસેથી આ ક્વાર્ટરિયા ભરેલો એક બોરો મળી આવ્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરતાં, કચ્છ હાઇવે પર આવેલા એક ગોડાઉનમાં પણ આ પ્રકારનો વધુ ખાલી ક્વાર્ટરિયાનો જથ્થો પડ્યો હોવાની વિગતો ખૂલવા પામી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા સીઆરપીસી કલમ ૪૧(૧)ડી હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, હાલતુરંત આ કેસની આદિપુરની નકલી ફેક્ટરી કે અન્ય કોઈ નકલી દારૂ પ્રકરણ સાથે કોઈ કડી મળી નથી. જોકે, આટલી મોટી માત્રામાં ખાલી ક્વાર્ટરિયા શા માટે અને કેવા ઈરાદાથી રાખવામાં આવ્યા હતા તેમજ નકલી દારૂ બનાવવાનો કાળો કારોબાર શરૂ કરવાનો પ્લાન હતો કે કેમ, તે તમામ દિશામાં આગળની તપાસ 
ચાલુ છે.

..........


ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી મળેલા ક્વાર્ટરિયાના જથ્થા અંગે અનેક સવાલોઃ  બિલ વગરની હેરાફેરી કે કર્મચારીઓની મિલીભગત?ઃ જીએસટીની ચોરી?

ગાંધીધામઃ કચ્છ હાઇવે પર આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી બિલ-આધાર વગરનો ખાલી ક્વાર્ટરિયાનો જથ્થો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે હાલ આ મામલે શંકાસ્પદ મુદ્દામાલ દર્શાવી ૪૧(૧)ડી મુજબ ગુનો નોંધ્યો છે, પરંતુ આ બનાવથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, શું કચ્છ હાઇવે પર આવેલા ટ્રાન્સપોર્ટ માર્ગે આધાર-પુરાવા વગરની એટલે કે બિલ વગરની ચીજવસ્તુઓની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે? અથવા તો શું ટ્રાન્સપોર્ટ પેઢીના માલિકો કે જવાબદારો આ સમગ્ર ખેલથી અજાણ હતા અને સ્થાનિક સ્તરે નીચેના સ્ટાફે બારોબાર સેટિંગ કરીને આ જથ્થો ગોડાઉનમાં રખાવ્યો હતો? આ વિષય અત્યંત ગંભીર હોય, પોલીસ દ્વારા માત્ર મુદ્દામાલ જપ્ત કરવા પૂરતી કામગીરી ન રાખતાં ટ્રાન્સપોર્ટિંગ અને તેના નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.

............


 

Comments

COMMENT / REPLY FROM