Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છમાં જુગારધામો પર પોલીસના મોટા દરોડા :   સામખીયાળી-મેઘપર કુ.-આધોઈ-ભચાઉમાં ખેલીઓ ઝડપાયા

28 August


 સામખીયાળીમાં ગેલેન્ટ કંપનીની કોલોનીમાંથી જુગારધામ ઝડપાયુંઃ ૬ શ્રમિકો રૂ. ૧૧,૦૫૦ ના મુદ્દામાલ સાથે પકડાયા : મેઘપર કુંભારડીમાં મકાન અંદર ચાલતી ક્લબ પર દરોડોઃ ૮ હાઇપ્રોફાઇલ જુગારીઓ રૂ. ૭૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા :  આધોઈ ગામના મથલા વાડી વિસ્તારમાંથી ૪ જુગારીઓ ઝડપાયા :  રતનાલ ગામની શિશુ મંદિર સ્કૂલ સામે ડેમમાંથી ૬ જુગારીઓ ઝડપાયા

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ઠેર ઠેર જુગારધામો પર દરોડાની કામગીરી કરવામા આવી છે. જેમા સામખીયાળી પોલીસની ટીમે બાતમીના આધારે ગેલેન્ટ કંપની કોલોની પાસે દરોડો પાડી જાહેર જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમતા ૬ પરપ્રાંતીય શ્રમિકોને ઝડપી પાડ્યા છે.પોલીસ કોન્સ્ટેબલ મૈસુરકુમાર હરણ અને ટીમે મોડી રાત્રે પાડેલા દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મૂળ નિવાસી અને હાલે ગેલેન્ટ કોલોનીમાં રહી મજૂરી કામ કરતા (૧) પ્રમોદ લકીકાંત ઓઝા, (૨) સુધિર રામપ્રસાદ, (૩) લાયકસિંઘ યાદવ, (૪) રાજેશકુમાર ચૌધરી, (૫) બ્રિજેશ રાજભર અને (૬) મુકેશ રાજભરને પકડી પાડ્યા હતા. પોલીસ દરોડા દરમિયાન પટમાંથી રોકડા રૂ. ૧૧,૦૫૦/- તથા ગંજીપાના જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર અંજાર 
પોલીસે સફળ દરોડો પાડી ક્લબ સંચાલક સહિત ૮ જુગારીઓને રોકડા નાણાં અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યા છે.અંજાર પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ સોલંકી અને ટીમે મેઘમાયા સોસાયટીમાં પ્લોટ નં. ૧૭૯ માં રહેતા રાજેશ કાનજીભાઈ બુચીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો. આરોપી પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડતો હતો. દરોડા દરમિયાન મકાન માલિક રાજેશ બુચીયા સહિત અમૃતભાઈ બારોટ, અરવિંદભાઈ સીજુ, દીપક સદરૂ, જુસબશા શેખ, કાંતિલાલ વુડાર, પ્રવીણભાઈ ઠક્કર અને હમીરભાઈ ઘેડા જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૪૧,૬૦૦/- અને ૬ નંગ મોબાઈલ કિંમત રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ૭૧,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધ્યો છે. ભચાઉ તાલુકાના આધોઈ ગામે મથલા વાડી વિસ્તારમાં આવેલ બાવળની ઝાડીમાં ખુલ્લામાં ચાલતા જુગાર પર સામખીયાળી પોલીસે દરોડો પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજાની બાતમીના આધારે પાડેલા દરોડામાં કાંતિભાઈ બબાજી ઠાકોર, માલદેવભાઈ વશરામભાઈ ઠાકોર, સુરેશભાઈ મનજીભાઈ કોળી અને ભાવેશભાઈ પંચાણભાઈ કોળીને ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૦,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાપર તાલુકાના પલાસવા ગામે ચાવડા વાસ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૫ ઈસમોને આડેસર પોલીસે દરોડો પાડી રોકડા રૂ. ૪૫,૩૦૦/- સાથે પકડી પાડ્યા છે. આડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભાટીયા અને ટીમે પલાસવા ઓપી વિસ્તારમાં રમણીકભાઈ ભુરાભાઈ લુહારના મકાન સામે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી કમલેશ ભાણજીભાઈ લુહાર, રમણીક ભુરાભાઈ લુહાર, રતનભાઈ દુદાભાઈ વણોલ, લખમણભાઈ નારણભાઈ સોલંકી અને માદેવાભાઈ હરીભાઈ જોગુને ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંજાર શહેરના સહજાનંદ પાર્ક સોસાયટી વિસ્તારમાં જાહેર રસ્તા પર ગંજીપાના વડે જુગાર રમી રહેલા ૫ શખ્સોને અંજાર પોલીસે રોકડા રૂ. ૨૫,૧૦૦/- સાથે ઝડપી પાડ્યા છે. અંજાર પોલીસના કોન્સ્ટેબલ અજયસિંહ રાજપુતને મળેલી બાતમીના આધારે સોસાયટીમાં 
પાડેલા દરોડા દરમિયાન વિશાલપુરી હિંમતપુરી ગોસ્વામી, જગદીશભાઈ પ્રતાપભાઈ ઠક્કર, દર્શન ચંદ્રકાન્ત જેઠવા, શૈલેષસિંહ જીતુભા જાડેજા અને ચંદ્રસિંહ ટપુભા ગોહીલને જુગાર રમતા રેડ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. અંજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. જયેશભાઈ અને માધાભાઈ ચલાવી રહ્યા છે.રાપર તાલુકાના ગાગોદર ગામે જોકા ચોકમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમી રહેલા ટોળા પર ગાગોદર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ૩ ઈસમો રોકડા રૂપિયા સાથે પકડાઈ ગયા હતા, જ્યારે ૫ જણા અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ હસમુકભાઈ સેંધવ અને ટીમે મોડી રાત્રે પાડેલા દરોડામાં રમેશ ભિકાભાઈ ખોડ, સંજય કાનજીભાઈ ખોડ અને રામા હઠાભાઇ ભરવાડને રોકડા રૂ. ૧૨,૯૦૦/- સાથે પકડી પાડ્યા હતા. જ્યારે દરોડા દરમિયાન સામત જીવણભાઈ ભરવાડ, રમેશ ઉર્ફે ભોડી હઠાભાઇ ભરવાડ, મનજીભાઈ સીધાભાઇ ભરવાડ, પપ્પુ હીરાભાઈ ભરવાડ અને કિશન મનજીભાઇ નાળીયા નાસી છૂટ્યા હતા. ગાગોદર પોલીસે પકડાયેલા તેમજ નાસી છૂટેલા તમામ ૮ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકાના રતનાલ ગામે શિશુ મંદિર સ્કૂલ સામે ડેમમાં આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર અંજાર પોલીસે દરોડો પાડી ૬ જુગારીઓને રોકડ રકમ તથા ૮ નંગ મોબાઈલ સાથે પકડી પાડ્યા છે.અંજાર પોલીસના એ.એસ.આઈ. રીકેશભાઈ મરંડ અને ટીમે બાતમીના આધારે રતનાલ ડેમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બાબુભાઇ પેથાભાઇ ડુંગરીયા, ભીમજીભાઇ ઉમરભાઇ કોલી, માવજીભાઇ શામજીભાઇ માતા, હરીભાઇ પરબતભાઇ પરમાર, જેશંગભાઇ નથુભાઇ કોલી અને અમરતભાઇ કાનજીભાઇ ભંગીને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧૫,૨૦૦/- તથા રૂ. ૧૩,૦૦૦ ની કિંમતના ૮ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૮,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે. રાપર તાલુકાના ભીમાસર ગામે હનુમાન દાદાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પૈસાની હાર-જીતનો જુગાર રમતા ૬ ઈસમોને આડેસર પોલીસે મોડી રાત્રે દરોડો પાડી રોકડા રૂ. ૧૩,૭૦૦/- સાથે પકડી પાડ્યા છે.આડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભાટીયાની બાતમીના આધારે ભીમાસર ઓપી વિસ્તારમાં પાડેલા દરોડામાં હરેશ જેસંગભાઇ કોલી, રામજી કુંભાભાઇ કોલી, અજય અમરશીભાઇ ચાવડા, નીલેશ જેમલભાઇ મકવાણા, ધર્મેન્દ્ર દલાભાઇ ચૌહાણ અને ડાયાભાઇ બાબુભાઇ ગોહીલને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે અંગ ઝડતી અને પટમાંથી મળી કુલ રૂ. ૧૩,૭૦૦/- ની રોકડ રકમ તથા ગંજીપાના જપ્ત કરી જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી 
કરી છે.

..........

Comments

COMMENT / REPLY FROM