Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં દેશવિરોધી નાપાક કેમેરાકાંડ ઝડપાયાની ચકચાર : રાજુ -લાકડાના બની બેઠલ વેપારી-મુકેશ ટોકળી નું પોત પ્રકાશ્યું

28 August

એનઆઈએ બાદ ટ્રાય-ડીઆરઆઈની ટીમનો ઘટસ્ફોટ


દિલ્હીમાં પ્રતિબંધીત કેમેરા જીપીઆરએસ વાળા લાગતા પકડાયેલ શખ્સના તાર જ મુંદરામાં ખુલ્યા હોય તો તેની પાછળના તત્વોની સામે દેશદ્રોહ-રાષ્ટ્રદ્રોહ તળે જ કરવી જોઈએ લાલઆંખ

મુંદરામાં ચાઈનીઝ પ્રતિબંધિત કેમેરા આયાત કરી અને દિલ્હી સુધી પહોચ્યા કેવી રીતે? તેમા ંકોની કોની છે સંડોવણી? આખાય નેટવર્કને તોડવુ અનિવાર્ય

કેપ્ટામાઈન જેહાદી નાપાક ડ્રગ્સકાંડમાં જે રાજુ-લાકડાના બની બેઠેલ ઠગ શખ્સને મુકેશે કેન્દ્રીયમંત્રીને ફોન કરાવી હેમખેમ બચાવી લીધા હતા પરંતુ પાપ તો છાપ

મુંદરામાં સતત ત્રણ દીવસના એજન્સીઓના પડાવ બાદ ગત રોજ કરાયું પંચનામુ : કેટલોક શંકાસ્પદ જથ્થો ઝડપાયો

કયા સીએફએસમાં તપાસ કરાઈ? સીસીટીવી કેમેરા કોના હતા? કોણે મંગાવ્યા? તે બાબતે હજુય પડદો જ પડેલો રહેતા સર્જાયા ભેદભરમ : પોર્ટ પર જ કન્ટેઈનર હતા અને કોઈ ગુપ્ત સ્થળે તપાસ કરાઈ છે કે પછી વેરહાઉસમાં કન્ટેઈનરોની આદરાઈ છે છાનબીન? મુંદરાના લોકાલ કયા ચકચારી દાણચોરની ભુંડી ભૂમિકા આવી છે ચર્ચામાં : સ્થાનિકે અનેક ચર્ચાઓ

સબંધિત સીએફએસમાંથી કેટલાક કન્ટેઈનરો તો બહાર નીકળી ગયા બાદ તપાસર્થે રીકોલ કરાયા હોવાની છે અટકળો : જો એમ હોય તો પછી આવા પ્રતિબંધિત કેમેરાવાળા કન્ટેઈનરોમાં બીઓલ એન્ટી કસ્ટમના કયા ભ્રષ્ટ લાપરવાહોએ સ્વીકારી લીધી? કસ્ટમના જવાબદારો સિવાય આટઆટલા મોટા પ્રકરણોને અંજામ અપાઈ જ ન શકે?

ચાઈનીઝ કેમેરા કાંડમાં જેના પણ નામો જાહેર થઈ રહ્યા છે તેમના પાસપોર્ટની એન્ટ્રી તપાસો તો કઈક રહસ્યો વધુ આવશે બહાર


ગાંધીધામ : મુન્દ્રા બંદરે DRI  (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ), કેન્દ્રના ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ચલાવવામાં આવેલી સિલસિલાબદ્ધ અને ઘનઘોર તપાસના અંતે દેશની સુરક્ષા માટે અત્યંત જોખમી એવું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું હોવાની ચર્ચા સામે આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જેની આયાત પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેવા ચાઈનીઝ બનાવટના GPSC ટ્રેકિંગ સિસ્ટમ ધરાવતા CCTV  કેમેરા તેમજ તેના રો-મટીરીયલનો મોટો જથ્થો અટકાવેલા કન્ટેનરોમાંથી ઝડપી પાડવામાં આવ્યા હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે. મળતી વિગતો મુજબ, મુન્દ્રા બંદરે શંકાસ્પદ કન્ટેનરો અટકાવીને તપાસ એજન્સીઓ દ્વારા ઝીણવટભરી ક્રોસ તપાસ હાથ ધરવામાં આવી હતી. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર ગણાતી આ કાર્યવાહીમાં અંતે પ્રતિબંધિત ટેકનોલોજીનો જથ્થો પકડાતા સમગ્ર વેપારી આલમ અને રાજકીય વર્તુળોમાં ભારે સળવળાટ મચી ગયો છે.આ સમગ્ર કૌભાંડમાં ગાંધીધામના લાકડાના બની બેઠેલા વેપારી રાજુ તથા તેની સાથે સંકળાયેલી મુકેશ સહિતની ટોળકીની સીધી કે પરોક્ષ સંડોવણી હોવાના નામો ચર્ચાની એરણે ચડ્યા છે. વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, આ જ જૂથ થોડા સમય પહેલાં મુન્દ્રામાં કરોડોનાકેપ્ટામાઈન જેહાદી ડ્રગ્સ કૌભાંડમાં પણ ચર્ચામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાન સાથે તાર જોડાયેલા હોવાની આશંકાઓ સેવાઈ હતી. તે સમયે અમુક પ્રભાવશાળી આગેવાનો અને રાજકીય દોરીસંચાર મારફતે કેસમાંથી હેમખેમ બચવાના અદમ પછાડા કરવામાં આવ્યા હતા. ? પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે  તેમ ગણતરીના મહિનાઓમાં જ આ ટોળકી ફરી એકવાર દેશની સુરક્ષાને જોખમમાં મૂકતા પ્રતિબંધિત ચાઈનીઝ કેમેરાના કૌભાંડમાં રંગેહાથ ઝડપાઈ હોવાની પ્રબળ ચર્ચા જાગી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે, ત્યારે આ વખતે કાયદાના શિકંજામાંથી મુખ્ય સૂત્રધારો બચી શકશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

..........

દેશ પ્રથમ : ‘કચ્છઉદય’નો રાષ્ટ્રહિતનો અહેવાલ ફરી એકવાર સચોટ સાબિત થયો


દેશની સુરક્ષા અને રાષ્ટ્રહિતને સ્પર્શતા મુદ્દાઓ પર સતત નજર રાખતા દૈનિક ‘કચ્છઉદય’ના અહેવાલ પર વધુ એક વખત મજબૂત સમર્થનની મહોર મારી છે. મુન્દ્રા બંદરેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા જીપીઆરએસ/ટીઆરએસ સિસ્ટમ ધરાવતા ચાઈનીઝ બનાવટના કેમેરા અને તેના રો-મટીરીયલનો મોટો જથ્થો કન્ટેનરમાંથી અટકાવીને ઝડપી લેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, દૈનિક ‘કચ્છઉદય’ દ્વારા અગાઉ પોતાના પાના નંબર તારીખ.૨૨-૮-૨૦૨૬, ૪  અને  ૨૬-૮-૨૦૨૬” ના પાના નંબર ૮ પર રોજ શીર્ષક હેઠળ આંખ ઉઘાડતો  અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રહિતના અહેવાલમાં દેશની સુરક્ષા સામે ઊભા થતા જોખમ અંગે સચોટ અને વિગતવાર માહિતી આપીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.હવે જ્યારે તપાસ એજન્સીઓએ દરોડા પાડીને આ શંકાસ્પદ ચાઈનીઝ કેમેરા અને તેનું રો-મટીરીયલ જપ્ત કર્યું છે, ત્યારે સમગ્ર પંથકમાં વહેતી થયેલી ચર્ચાઓ વચ્ચે ‘કચ્છઉદય’નો અહેવાલ અક્ષરશઃ સાચો ઠર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દે તમામ અખબારો અને માધ્યમોમાં ‘કચ્છઉદય’ ફરી એકવાર પ્રથમ અને સૌથી સચોટ સાબિત થયું છે, જે વાચકોના વિશ્વાસની જીત દર્શાવે છે.

...........

Comments

COMMENT / REPLY FROM