શતાબ્દી ઉજવણીમાં સંસ્કૃતિ અને શિક્ષણનો અનોખો સંગમ
આશાપુરા ફાઉન્ડેશન દ્વારા બાર દીકરીઓના સમુહ આરંગેત્રમ સહિત પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓનું સન્માન
ભુજ-કચ્છઉદય : આશાપુરા ફાઉન્ડેશન આયોજિત પૂજય બાપુજી નવનીતલાલભાઈ શાહના ૧૦૦મી જન્મ જયંતી પ્રસંગે બે સત્રમાં ટાઉનહોલમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. દ્રિતીય સત્રમાં આશાપુરા ફાઉન્ડેશન આયોજિત બાર દીકરીઓના આરંગેત્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુંબઈથી દીનાબેન ચેતનભાઇ શાહ તેમજ ચૈતાલીબેન સલોટની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. ચેતનભાઇ શાહ તેમજ મનનભાઈ શાહે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગમાં કચ્છ જિલ્લા એડીશનલ કલેક્ટર પૂજાબેન બાવડા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, ડોક્ટર કાશ્મીરાબેન મહેતા, એગ્રોસેલમાંથી ચૈતન્યભાઇ શ્રોફ, ડો.સુરભીબેન વેગડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, આદિપુર સિન્ક્રો એકેડેમીમાંથી કાજલબેન કૌશલ છાયા, મોનિકાબેન હઠીલા, રચનાબેન શાહ, સાવિત્રીબેન જાટ, ડોક્ટર હીનાબેન ગંગરની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ તેમજ ગુજરાતમાંથી ઉપસ્થિત કલા ગુરુ સુમા મેમ, વૈશાલીબેન સોલંકી, રિયા બારમેડા, આશના બારમેડા વગેરે બાર દીકરીઓ ડોક્ટર શ્રીયા ત્રિવેદી, હેન્સી જેઠી, વૃંદા પરમાર, ચાહત ઝોટા, વંશીકા પુરોહિત, હિતાંશીબા જાડેજા, હીર શેઠ, મહેક શેઠ, બ્રિન્દા બુસા, ધ્રિતી પટેલ, આયુષી કન્નડ, શુચિ ભણસાલી વગેરે દીકરીઓનું સમૂહ આરંગેત્રમ રાખવામાં આવ્યું હતું. બાર દીકરીઓને ઉત્તરાબેન અંજારિયા તેમજ ફ્રેયા નિખિલ ઠક્કર તરફથી દીક્ષાંત આપવામાં આવેલ હતું. દીકરીઓને મેકઅપમાં માટે ભાવનાબેન ભાનુશાલીએ પોતાની સેવા આપેલ હતી. પૂજય બાપુજીની ૧૦૦મી જન્મ શતાબ્દીના સવારના સત્રમાં કાર્યક્રમમાં આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના તમામ શાખાઓના વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન તેમજ દરેક શાખાઓમાંથી ઉપસ્થિત દિકરા-દીકરીઓની સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગમાં સંજીવ બશીન, પ્રકાશ ગોર, આનંદ પરમાર, ધર્મરાજ વરુ, મનીષ પલણ, જયેશ ઠાકર, જી.કે.સિંગ, હરીશ હરમાડે, ડીએસ ત્રિપાઠી, મનીષ પટેલ, વિરેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીસ દ્વારા સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું. હસ્મિતાબેન ત્રિવેદી, હિરેનભાઈ ગોર, પ્રિતિબા જાડેજા, સંગીતાબેન પુરબીયા તેમજ સમગ્ર આશાપુરા વુમન્સ એકેડમીની ટીમના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન થયેલ હતું. કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન શુક્લ કરેલ.
------

Comments