આદિપુર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ જાગૃતિ સેમીનાર યોજાયો
ગાંધીધામ-કચ્છઉદય : પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સેવી ઇન્ટરનેશલ સ્કુલ ગાંધીધામ તથા એકસેલસિયર મોર્ડન સ્કુલ આદિપુર ખાતે તથા સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ જાગૃતિ સેમીનારો યોજવામાં આવેલ હતા. જેમાં સાયબર ક્રાઈમના પ્રકાર, ઓનલાઇન ગેમિંગથી થતા નુક્શાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા લોકોની ફ્રેન્ડશીપથી થતા ક્રાઈમ અને સાયબર ક્રાઈમથી બચવા શુ કરવું? અને શું ન કરવું? તથા સાયબર સિક્યોરિટી અને એ.આઈ. ટૂલના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સ શું છે, ડ્રગ્સના ઉપયોગ કરનાર વ્યકિતઓને કઇ રીતે ઓળખવું, વ્યસન દૂષણથી થતા નુક્શાન તથા નશામુક્ત ભારત બનવા વિધાર્થીઓના યોગદાન અને ક્યારેય માદક પદાર્થનો નશો નહીં કરવા સપથ લેવડાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમોમાં સેવી ઇન્ટરનેશલ સ્કૂલ ખાતે ૩પ૦ તથા એકસેલસિયર મોર્ડન સ્કુલ આદિપુર ખાતે ૩૦૦ જેટલા વિધાર્થીઓ,શિક્ષકો હાજર રહેલ હતા.
--------

Comments