Trending News
સ્થાનિક સમાચાર

આડેસર ખાતે પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી ઉજવણી કરાઈ 

27 August




રાપર-કચ્છઉદય : કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સીમા જાગરણ ગ્રુપ દ્વારા આડેસર પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ભાઈ-બેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સીમા જાગરણ ગ્રુપના બહેનો દ્વારા આડેસર પીઆઈ જે.બી આચાર્ય, વસરામ ચૌધરી, મુકેશ ઠાકોર, રામગર ગોસ્વામી, મુકેશ ચાવડા, શિરિષ ચૌધરી વિગેરે પોલીસ કર્મચારીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તહેવારોને અનુલક્ષીને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને રજા મળતી નથી એટલે રક્ષાબંધનના તહેવાર પર બેનની રાખડી બાંધવાની ખોટ ન પડે તે માટે બોર્ડર પર ફરજ બજાવતા આર્મી બીએસએફના જવાનો તથા કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તહેવારની ઉજવણી કરવામાં સહભાગી બને છે.
-------

 

Comments

COMMENT / REPLY FROM