Trending News
સ્થાનિક સમાચાર

ખાવડામાં મંદિરના પુનઃનિર્માણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

27 August



ખાવડા મુકામે મંદિરના પુનઃનિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરથી શરૂ થયેલી આ નગરયાત્રા પ્રમુખસ્વામી નગરમાંથી પસાર થઈ હતી, જેમાં રાસમંડળી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પવિત્ર પ્રસંગે સ્થાનિક વેપારી સમાજે પોતાના કામકાજ બંધ રાખીને યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન પંકજ રાજદે, હિતેશ બળીયા, શાકરીયાભાઈ, મહિલા મંડળ તથા રાસગરબા મંડળના સાથીદારોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે રાત્રિના સમયે જાણીતા કલાકાર રાજભા ગઢવીના ભવ્ય સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
------ 

Comments

COMMENT / REPLY FROM