Trending News
સ્થાનિક સમાચાર

ર૦મી સપ્ટેમ્બર સુધી દેશલપર-હાજીપીર રોડ પરથી ભારે - અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

27 August



ભુજ - કચ્છઉદય : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયા દ્વારા તા.૨૦/૯ સુધીના સમયગાળા માટે દેશલપર-હાજીપીર રોડ કિ.મી.૦/૦ થી ૩૨/૦ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર બંધ કરવા તેમજ આ માર્ગ પરથી દેશલપર-હાજીપીર રોડ પર અવર-જવર કરતા ભારે  અતિભારે વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા હુકમ ફરમાવેલ છે.આ હુકમ અન્વયે ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે થાય છે. અનુસૂચિ પ્રમાણે હાજીપીરથી જખૌ પોર્ટ તરફનો હાજીપીર - લુડબાય - ઢોરો - મુરૂ - દેશલપર (ગું.) - કોટડા(જ) - ઉખેડા - બાલાપર - બીટ્ટા - જખો પોર્ટ રોડવાળો રૂટ અને હાજીપીરથી ભુજ (મુન્દ્રા-કંડલા) તરફનો હાજીપીર - લુડબાય - ઢોરો - મુરૂ - દેશલપર(ગું.) - કોટડા(જ)થી નખત્રાણા, ભુજ, શેખપીર જવા વાળો રૂટ તેમજ સણોસરા રેલ્વે સ્ટેશન તરફનો હાજીપીર - લુડબાય - ઢોરો - મુરૂ - દેશલપર(ગુ.) -કોટડા(જ) - નખત્રાણા - મંગવાણા - સણોસરા રેલ્વે સ્ટેશનવાળો રૂટ પર ભારે વાહનો પ્રતિબંધિત રહેશે.  વૈકલ્પિક માર્ગ માટે હાજીપીર - ખાવડા - લોરીયા - નખત્રાણા - બેરૂ - મોસુણા - સણોસરા - કનકપર - કોઠાર - જખૌ પોર્ટવાળો રૂટ, હાજીપીર - ખાવડા - લોરીયા - ભુજ - માનકુવા - દેશલપર(વા) - સણોસરા - બીટ્ટા - તેરા - નલીયા - જખૌ પોર્ટવાળો રૂટ, હાજીપીર - લુણા - ભીટારા - ધોરડો - લુડીયા - ભીરંડીયારા - ભુજ - શેખપીર રોડવાળો રૂટ જણાવાયું છે.
-----

Comments

COMMENT / REPLY FROM