મુંદરાની કેમિકલ કંપનીમાં દર્દનાક ઘટના : આગથી શ્રમિક ભડથું
હોપર મશીનમાં સલ્ફર પાવડર નાખતા આગનો ભડકો થયો
ભુજ - કચ્છઉદય : મુંદરાના સેઝ વિસ્તારમાં આવેલી ઓસીએલ કંપનીમાં દર્દનાક ઘટના બની હતી. જેમાં ભડકો થતા શ્રમિકનું મોત થયું હતું. આ બાબતે મુંદરા પોલીસ સ્ટેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે એસઈઝેડ વિસ્તારમાં આવેલી ઓસીસીએલ કંપનીમાં ગત ર ઓગસ્ટના આ બનાવ બન્યો હતો. મુળ બિહારના હાલે ડાક બંગલા પાસે રહેતા ૪૧ વર્ષિય સંજીત કારૂ માંજી નામનો યુવાન કંપનીમાં મજુરી કામ કરતો હતો ત્યારે હોપર મશીનમાં સલ્ફર પાવડર નાખતા અચાનક આગ લાગી હતી. જેના કારણે તે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. કચ્છમાં મોટી સંખ્યામાં કંપનીઓ આવેલી છે. અવારનવાર કંપનીઓમાં આવી ઘટનાઓ બનતી હોય છે. જેમાં કામદાર સુરક્ષાના ધજાગરા ઉડે છે.
.........

Comments